અમદાવાદ: ગીતા મંદીર બસ સ્ટેન્ડ-કાલુપૂર રેલ્વે સ્ટેશનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને કાલુપુરમાં બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો નનામો પત્ર અમદાવાદ શહેર પોલીસને મળ્યો છે. 26 જાન્યુઆરીએ અમદાવાદમાં બ્લાસ્ટ કરવાની ધમકીનો પત્ર છે. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને કાલુપુરમાં બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો નનામો પત્ર અમદાવાદ શહેર પોલીસને મળ્યો છે. 26 જાન્યુઆરીએ અમદાવાદમાં બ્લાસ્ટ કરવાની ધમકીનો પત્ર છે. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર પત્રમાં આવતીકાલે ગણતંત્ર દિવસના રોજ અમદાવાદના ગીતા મંદિર GSRTC બસ સ્ટેન્ડ અને કાલુપુર રેલ્વે સ્ટેશનને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

Ahmedabad

આ પત્ર મળતાની સાથે જ પોલીસ સતર્ક થઇ ગઈ હતી. હાલ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ અમદાવાદ શહેર પોલીસ સતર્ક થઇ ગઈ હતી અને આ અંગેની તજવીજ યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. હાલ અમદાવાદ પોલીસ દ્વારા ગીતા મંદિર GSRTC બસ સ્ટેન્ડ અને કાળુપુર રેલ્વે સ્ટેશન અને ત્યાં આવનાર મુસાફરોની સુરક્ષા માટે પગલા લેવામાં આવી રહ્યા છે.

કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા મેસેજના પગલે રેલવે પ્રોટેક્શન ફોર્સને પણ જાણ કરવામાં આવી છે. સામાન્ય રીતે 26 જાન્યુઆરીના દિવસે શહેરના મહત્ત્વ રેલવે સ્ટેશન ઉપર એલર્ટ આપવામાં આવતું હોય છે. જેના પગલે રેલવે પ્રોટેક્શન કોર્સ દ્વારા તકેદારી રાખવામાં જ આવતી હોય છે. ત્યારે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર 12-12 કલાકનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X