For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો માટે આર્થિક મદદનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે કોવિડ-19ની એક હોસ્પિટલમાં આગ લાગવાથી ભરતી થયેલા 8 દર્દીઓના મોત થતા ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ હતી. આ લોકો કોરોના વાયરસથી સંક્રમિત હતા અને હોસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. દૂર્ઘટના બાદ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ તપાસના આદેશ આપી દીધા છે. વળી, આ દૂર્ઘટના વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો માટે આર્થિક મદદનુ એલાન કર્યુ છે.

pm modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાની દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કરુ છુ. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલોને જલ્દી સાજા થવાની હું ઈશ્વરને પ્રાર્થના કરુ છુ. સ્થિતિ વિશે સીએમ વિજય રૂપાણી અને મેયર બીજલ પટેલ સાથે વાત કરી છે. પીડિત લોકોને પ્રશાસન દરેક સંભવ મદદ આપી રહ્યુ છે.'

વળી, મૃતકોના પરિવારજનો માટે પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાહતકોષમાંથી 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદની ઘોષણા કરી છે. આ ઉપરાંત દૂર્ઘટનામાં ઘાયલ લોકોના પરિવારજનો માટે 50-50 હજાર રૂપિયાની મદદનુ એલાન કરવામાં આવ્યુ છે. દૂર્ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેસની તપાસના આદેશ આપી દીધા છે. કેસની તપાસ ગૃહ વિભાગના અધિક ચીફ સેક્રેટરી સંગીતા સિંહને સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ ત્રણ દિવસની અંદર આ દૂર્ઘટનાનો આખો રિપોર્ટ માંગ્યો છે.

દિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોયદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય

English summary
Ahmedabad hospital Fire: PM Modi Condolences On Incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X