અમદાવાદના શિલજ-થલતેજ રોડ પર લક્ઝરી કારનો આતંક, 9 લોકો ઘાયલ

અમદાવાદના શીલજ-થલતેજ રોડ પર એક લક્ઝરી કિયા કારે ગંભીર અકસ્માત સર્જ્યો છે. કાર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા માર્ગ પર ઊભેલા અને પસાર થતા કુલ નવ વાહનોને ટક્કર મારી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, GJ 18 BP 0990 નંબરની કિયા કાર અત્યંત ઝડપે આવી હતી. ચાલકે એક પછી એક નવ વાહનોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા. સ્થાનિકોએ જણાવ્યું કે, કાર ચાલક નશાની હાલતમાં હતો અને તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. લોકોના આક્ષેપો બાદ ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને પકડી પાડ્યો હતો.

બનાવની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની તાત્કાલિક અટકાયત કરી તેની કાર કબજે લીધી છે. સદભાગ્યે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે અનેક લોકો ઈજા પામ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X