ઈસનપુર તળાવ આસપાસ મેગા ડિમોલિશન, 900થી વધુ દબાણો હટાવાશે
અમદાવાદમાં ઇસનપુર તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી અંતર્ગત 900થી વધુ દબાણો દૂર કરવામાં આવશે, જે છેલ્લા 40 વર્ષથી આ તળાવની આસપાસ ઊભા કરાયા હતા.

આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે 20 જેસીબી, હિટાચી મશીનો અને મોટી સંખ્યામાં મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાનોનો મોટો કાફલો તૈનાત છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઇસનપુરના રામવાડી તળાવ વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરાઈ છે. AMCની ચાર ઝોનની એસ્ટેટ ટીમો દ્વારા અલગ-અલગ ટુકડીઓ બનાવીને ડિમોલિશન કામગીરી ચાલી રહી છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, ચંડોળા તળાવ બાદ અમદાવાદમાં આ બીજું સૌથી મોટું ડિમોલિશન અભિયાન છે. રામવાડી તળાવ આસપાસના ગેરકાયદેસર બાંધકામો પર પાલિકાનું બુલડોઝર ફેરવી રહ્યું છે, જ્યાં અંદાજે 1000 જેટલા લોકો રહેતા હતા.












Click it and Unblock the Notifications
