For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશોત્સવને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, નિયમો સાથે ઉજવણી કરવા અનુરોધ!

|
Google Oneindia Gujarati News

આ વર્ષે કોરોનાની બીજી લહેર થંભી જતા રાજ્ય સરકારે ગાઈડલાઈન સાથે ગણેશ ઉત્સવને મંજુરી આપી છે. આ મંજુરી સાથે સાથે સરકારે લોકોને નિયમોનું પાલન કરવા પણ અનુરોધ કર્યો છે. ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં મોટા પાયે ગણેશ ઉત્સવની ઉજવણી થાય છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી દિશા નિર્દેશ આપ્યા છે. રાજ્યમાં ગણેશ ઉત્સવ 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી યોજાશે.

ganesh

અમદાવાદ પોલીસ કમિશનરા જાહેરનામાં અનુસાર 4 ફુટની ગણેશ પ્રતિમાને મંજુરી આપવામાં આવી છે. 4 ફુટથી મોટી પ્રતિમાં સ્થાપિત કરી શકાશે નહીં. આ ઉપરાંત ઘરમાં 2 ફુટની પ્રતિમાને મજુરી આપવામાં આવી છે. અનુરોધ કર્યો છે કે ઘરના ગણપતિનું વિસ્થાપન ઘરમાં જ કરવામાં આવે.

પોલીસ કમિશનરના જાહેરનામાં અનુસાર, સરકારે ચાર ફુટના માટીના ગણપતિની સ્થાપના, પંડાલ બનાવવા અને લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી આપી છે. આ સાથે કોઈપણ ધાર્મિક કે સાંસ્કૃતિ કાર્યક્રમ માટે મંજૂરી આપવામાં આવી નથી. જાહેરનામાં અનુસાર ગણપતિની મૂર્તિનું વિસર્જન કોર્પોરેશનને બનાલેવા કુત્રિમ કુંડમાં જ કરવાનું રહેશે.

વિસર્જન સરઘસની વાત કરીએ તો તેમાં 15 થી વધારે લોકો જોડાઈ શકશે નહીં. સરઘસમાં જોડાનારા આ તમામ 15 લોકોની વિગતો પોલીસને આપવાની રહેશે. જેમાં તમામ 15 લોકોના નામ, સરનામા અને મોબાઈલ નંબર સહિતની વિગતોનો સમાવેશ થાય છે.

English summary
Ahmedabad Police Commissioner's announcement regarding Ganeshotsav, request to celebrate with rules!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X