For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરાનાથી સૌથી વધુ પ્રભાવિત અમદાવાદમાં રેલવે કોચ બન્યા કોવિડ કેર સેન્ટર, હવે દર્દીઓ થઈ શકશે ભરતી

અમદાવાદ નગર નિગમ અને રેલવેએ મળીને કોવિડ કેર સેન્ટરની સુવિધા શરૂ કરી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતનુ સૌથી મોટુ શહેર અમદાવાદ કોરોનાના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યુ છે. અહીં રોજ હજારો નવા દર્દી મળી રહ્યા છે. અધિકૃત રીતે એકલા અમદાવાદ જિલ્લામાં જ સંક્રમિતોનો આંકડો 2 લાખ સુધી પહોંચવાનો છે. આવા સમયમાં અમદાવાદ નગર નિગમ અને રેલવેએ મળીને કોવિડ કેર સેન્ટરની સુવિધા શરૂ કરી છે. એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને કોવિડ કેર સેન્ટરમાં ફેરવી દેવામાં આવ્યા છે જેમાં સેંકડો દર્દીઓ એક સાથે ભરતી થઈ શકશે.

abad railway

આઈએએસ અધિકારી દિલીપ રાણાએ જણાવ્યુ કે એક મોટી ટ્રેનના કોચને કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ, 'સાબરમતીમાં 13 કોચ અને ચાંદલોડિયામાં 6 કોચ છે. જેમાં લગભગ 300 દર્દી રહી શકશે. કોચના બહારના ભાગમાં કૂલર લગાવવામાં આવ્યા છે. ડસ્ટબિન પણ છે. ટ્રેન પ્લેટફૉર્મ પર જ રહેશે. અહીં આજથી દર્દીઓને અમે ભરતી કરવાના શરૂ કર્યા છે.' આ પહેલા પણ અહીં ટ્રેનોના કોચ કોવિડ કેર સેન્ટર તરીકે તૈયાર કરવામાં આવ્યા હતા.

ભારત એક ખોજ-તમસના મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ નિધનભારત એક ખોજ-તમસના મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ નિધન

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં એક દિવસમાં 4 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. ગઈ કાલની વાત કરીએ તો આ આંકડો 4754 હતો. સક્રિય દર્દીઓની સંખ્યા અમદાવાદમાં 68,513 છે. કુલ સંક્રમિતોનો આંકડો 1,85,436 છે. રિકવર થયેલા લોકોની સંખ્યા 1,13,907 છે અને મોતનો આંકડો સરકાર 3016 બતાવી રહી છે. જો કે સ્મશાનો પર રોજના 40-50 મૃતદેહોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો કોરોનાથી મરનારનો સરકારી આંકડો 7779 જણાવાઈ રહ્યો છે.

English summary
Ahmedabad Railway coach now become covid care centre
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X