Ahmedabad rain : અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં જળબંબાકાર, પ્રિ-મોન્સૂન પ્લાનનો ફિયાસ્કો

Ahmedabad rain : સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

ખાસ કરીને અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેણે મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન પર સવાલો ઉભા કર્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આગામી કલાકોમાં વધુ ભારે વરસાદની શક્યતા છે.

Ahmedabad rain

અમદાવાદ શહેરમાં સરેરાશ 1 થી 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે, પરંતુ આટલા ઓછા વરસાદમાં પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, નારોલ અને ખોખરા જેવા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદમાં ઝોનવાર વરસાદની સ્થિતી

  • પૂર્વ ઝોન: સરેરાશ 1.83 ઇંચ વરસાદ
  • ઉત્તર ઝોન: સરેરાશ 2.5 ઇંચ વરસાદ
  • દક્ષિણ ઝોન: સરેરાશ 1.25 ઇંચ વરસાદ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં, માત્ર 3 થી 4 ઇંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ઘણા વિસ્તારોમાં તો ગટરો પણ ઉભરાઈ જવાથી રોડ રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળ્યું હતું. આ સ્થિતિ નાગરિકોમાં ભારે રોષ અને અસંતોષનું કારણ બની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X