અમદાવાદ - સાણંદ ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર કેશવલાલ પટેલે કર્યો આપઘાત

અમદાવાદ જિલ્લામાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ - સાણંદ એસડીએમ/ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર કેશવલાલ પટેલે આપઘાત કરી લીધો છે.

અમદાવાદ જિલ્લામાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ - સાણંદ એસડીએમ/ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર કેશવલાલ પટેલે આપઘાત કરી લીધો છે. તેમણે સાણંદની નિર્મિત ફ્લોરા સોસાયટીનાં પાંચમે માળેથી કુદીને આપઘાત કરી લેતા શહેરમાં ચકચાર મચી ગઇ છે.

Rajendra Patel

આ અંગે મળતી માહિતી મુજબ રાજેન્દ્ર પટેલ સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર પણ હતા.
ડેપ્યુટી કલેક્ટર આર. કે. પટેલ સવારે પાંચ કલાક સુધીમાં ચૂંટણી અંગેની કામગીરી પૂરી કરી સાણંદ ખાતે ઘરે પહોચ્યા હતા. જ્યાં તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું.

ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવનારા આર. કે. પટેલને થોડાક સમય અગાઉ સાણંદ પ્રાંત ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સખત ડિપ્રેશનમાં રહેતા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જે બાદ આજે સવારે સાણંદમાં ફ્લેટમાંથી પડતું મુકીને જીવન ટૂંકાવ્યું હતું. જોકે, આત્મહત્યા કરવા પાછળનું સાચું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X