For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટઃ 14 વર્ષ પહેલા 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં શું બન્યુ હતુ?

14 વર્ષ પહેલા 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં શું થયુ હતુ, જાણો.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમદાવાદમાં ઈતિહાસમાં 26 જુલાઈ, 2008 શનિવારનો એ દિવસ ક્યારેય કોઈ નહિ ભૂલી શકે. સાંજે 6 વાગીને 10 મિનિટથી રાતે 8 વાગીને 5 મિનિટ સુધી શહેરમાં કુલ 22 સ્થળે વિસ્ફોટો થયા હતા. એક પછી એક ધડાકામાં કુલ 58 લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને 240 લોકો ઘાયલ થયા હતા. 26 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં 21 બ્લાસ્ટ થયા હતા.

ahd blast

જે 21 બ્લાસ્ટ થયા હતા જેમાં ખાડિયામાં 3, બાપુનગરમાં 2, રામોલમાં 2, અમરાઈવાડીમાં 1, વટવામાં 1, દાણીલીમડામાં 1, ઈસનપુરમાં 1, ઓઢવમાં 2, કાલુપુરમાં 1, અમદાવાદ સિવિલમાં 1, નરોડામાં 2, સરખેજમાં 1, નિકોલમાં 1 અને ખાત્રજમાં 1માં બ્લાસ્ટ થયા હતા. રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બૉમ્બ મળ્યા હતા તેને ડિફ્યુઝ કરવામાં આવ્યા હતા.

ગુજરાત પોલિસ ઉપરાંત મધ્ય પ્રદેશની ઉજ્જૈન પોલિસ, દિલ્લી, મુંબઈ, કર્ણાટક,, કેરળ અને રાજસ્થાન પોલિસે આ બ્લાસ્ટમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરીને ગુજરાત પોલિસને સોંપ્યા હતા. આજે સ્પેશિયલ કોર્ટે અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટમાં 49 આરોપી સમગ્ર ષડયંત્રમાં શામેલ હતા જે સાબિત થઈ ગયુ છે. 77માંથી કુલ 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 49 આરોપીઓને દોષી જાહેર કરાયા છે. જેમને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે.

English summary
Ahmedabad Serial blast: What happened on 26th July, 2008 before 14 years?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X