Ahmedabad: રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ગગડ્યુ, આ શહેરોમાં 14 ડિગ્રીથી નીચે છે પારો
Ahmedabad: દિવાળીના પર્વ બાદ ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડતા લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 14 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં હળવા દબાણ હતું. જે 16 નવેમ્બરના રોજ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. આ પછી તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે.
અડધા નવેમ્બર બાદ ગુજરાતમાં શિયાળાએ દસ્તક આપી છે. હાલમાં મોડી રાતથી સવાર સુધી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડી વધુ અનુભવાઈ રહી છે. ગુરુવારના રોજ ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 14 ડિગ્રી સુધી ગગડી ગયું હતું.

કચ્છના નલિયામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડીનો આંકડો છે. ગાંધીનગરમાં 14 ડિગ્રી ઠંડી નોંધાઇ છે, જ્યારે સુરેન્દ્રનગરમાં પણ પારો 14 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે રાજકોટ શહેરમાં 14.1 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 15.6 ડિગ્રીએ પહોંચી ગયો છે. વડોદરા શહેરમાં 17 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે ભાવનગરમાં 19 ડિગ્રી અને સુરતમાં 20.5 ડિગ્રીએ પારો પહોંચી ગયો છે.
તેવી જ રીતે દ્વારકામાં 21.3, ભુજમાં 17.8 અને વેરાવળમાં 24.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 6 ડિગ્રી વધુ નોંધાયું હતું.












Click it and Unblock the Notifications
