બેંગકોક જનારા લોકો માટે ખુશ ખબર, અમદાવાદથી મળશે ડાયરેક્ટ ફ્લાઇટ
Ahmedabad to Bangkok flight: બેંગકોક અને તેના સુંદર ટાપુઓમાં રજાઓ માણવા વધુ ને વધુ આમદાવાદીઓ જઈ રહ્યા છે.
આ વધતી માંગને ધ્યાનમાં રાખીને થાઈ લાયન એર દ્વારા અમદાવાદથી બેંગકોકની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં 15 ઓગષ્ટથી અમદાવાદ એરપોર્ટ પરથી ડાયરેક્ટ ફ્લાઇટ 11:40 કલાકે મળશે, જે બીજા દિવસે વહેલી સવારે 5:25 કલાકે બેંગકોક પહોંચાડશે.

આ નવા વધારાથી અમદાવાદથી બેંગકોકની ડાયરેક્ટ ફ્લાઈટ્સની સાથે કુલ સંખ્યા વધીને પાંચ થઈ જશે. અહેવાલો અનુસાર, થાઈ લાયન એર જુલાઈના અંત સુધીમાં અમદાવાદથી બેંગકોકની તેની અઠવાડિયામાં ચાર દિવસની સીધી ફ્લાઈટ શરૂ કરશે.
હાલમાં અન્ય ચાર એરલાઇન્સ આ લોકપ્રિય રૂટ પર દરરોજ અથવા અઠવાડિયામાં ચાર-વાર ફ્લાઇટ્સ ચલાવે છે, જે તમામ દર અઠવાડિયે સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય કરે છે.
આ ઉપરાંત, અકાસા એરલાઇન્સ 20મી જુલાઈથી સાઉદી અરેબિયાના જેદ્દાહ માટે તેની નવી સીધી ફ્લાઇટનું સંચાલન પણ શરૂ કરવા માટે તૈયાર છે. આ ફ્લાઈટ અઠવાડિયામાં બે વાર ઓપરેટ થશે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 17:40ની આસપાસ ઉપડશે અને લગભગ 20:30 કલાકે જેદ્દાહ પહોંચશે.
🎉Hello Ahmedabad !!✈️
— Thai Lion air (@LionairThai) July 9, 2024
Thai Lion Air is ready to fly direct from Bangkok(Don Mueang) to Ahmedabad(India)🎉🎉
All fares from 3,925 THB/One-way ✈️
📍 Start from 15 August 2024
Book Now at 👉🏻 https://t.co/LclKlX2wxq
booking fee and credit card fee. pic.twitter.com/6fhGHMAQb1












Click it and Unblock the Notifications
