Ahmedabad West Lok Sabha Election Results 2024 LIVE Gujarati: અમદાવાદ પશ્ચિમ રિઝલ્ટ, દિનેશ મકવાણા-ભરત મકવાણા

Ahmedabad West Lok Sabha Election Results 2024 LIVE Gujarati: અમદાવાદ પશ્ચિમ બેઠક પણ અમદાવાદ પૂર્વની જેમ જ 2008માં અસ્તિત્વમાં આવી હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ SC માટે રિઝર્વ બેઠક છે. પહેલી વખત Ahmedabad West Lok Sabha Seat પર 2009માં ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભાજપના કિરટસિંહ પ્રેમજીભાઇ સોલંકી ચૂંટાયા હતા અને ત્યારથી અત્યાર સુધી 2019 લોકસભા ચૂંટણી સુધી કિરીટસિંહને હરાવવા કોંગ્રેસ માટે સ્વપ્ન સમાન સાબિત થયું હતું.

Ahmedabad West Lok Sabha Election Result

અમદાવાદ પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની વાત કરીએ તો કૂલ 19 ઉમેદવારોએ અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા ફોર્મ ભર્યાં હતાં, જેમાંથી 8 ઉમેદવારોના નામાંકન પત્ર ચૂંટણીપંચે રદ્દ કરી દીધાં હતા. હવે 11 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો આજે 4 જૂનના રોજ ખુલશે.

ભાજપે આ વખતે કિરીટસિંહને નો રિપિટ થિયરી અંતર્ગત સાઇડલાઇન કરી દીધા હતા અને તેમની જગ્યાએ વકીલ દિનેશભાઇ મકવાણા ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ભરત યોગેન્દ્ર મકવાણાને ટિકિટ આપી હતી.

7 મેના રોજ ગુજરાતની 25 લોકસભા સીટ પર એકસાથે ચૂંટણી યોજાઇ હતી. સુરત સીટ બિનહરીફ જાહેર થઇ હોવાથી આ વખતે 25 સીટ પર જ ચૂંટણી થઇ હતી. જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર 55.45% મતદાન થયું હતું. અમદાવાદ પશ્ચિમ પર ગત ચૂંટણીની સરખામણીએ 5.36% ઓછા મત પડ્યા હતા.

લાઇવ અપડેટ

7:20 AM - અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે 40 મિનિટમાં મતગણતરી ચાલુ થશે. લેટેસ્ટ અપડેટ માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.

8:00 AM - બેલેટ પેપરની મતગણતરી શરૂ થઇ ચૂકી છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના દિનેશ મકવાણા આગળ ચાલી રહ્યા છે.

8:56 AM - અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના દિનેશ મકવાણા 15 હજાર લીડથી આગળ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X