ટુ-વ્હિલર પર પાછળ બેસનારાએ પણ પહેંરવું પડશે હેલ્મેટ, ગુજરાત હાઇકોર્ટે આપ્યો આદેશ
Gujarat High Court : રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતના બનાવોના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર દેશમાં રોજના હજારો અકસ્માત સર્જાય છે.
જેમાં ઘણા લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાફિકના નિયમનું પાલન ન થઈ રહ્યું હોવાના કારણે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં હેલ્મેટના નિયમોનું પાલન યોગ્ય રીતે ન થવાના કારણે ગુજરાત હાઇકોર્ટે રોષ પ્રગટ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકાર, નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલીસને આદેશ આપ્યો છે કે, ટ્રાફિકના નિયમોનું કડક અને ફરજિયાતપણે કરાવવામાં આવવું જોઈએ. આ સાથે પાછળ બેસનારને ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે.
ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના મુદ્દાને ગંભીરતાથી લેતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે, હજુ પણ લોકો હેલ્મેટ પહેરી રહ્યા નથી. આ સાથે ટૂ-વ્હિલર માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

હેલ્મેટ પહેરવા અંગે બેદરકારી રાખવી જોઇએ નહીં. આ સાથે હેલ્મેટના નિયમનું ફરજિયાત પાલન કરાવવું જોઈએ. આ સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાતપણ હેલ્મેટ પહેરવાનો આદેશ કરાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, 15 દિવસમાં SG હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવવો જોઇએ. આ સાથે રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.
આ સાથે રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ન થવી જોઈએ. આવા સમયે અધિકારીઓ મનસ્વી વર્તશે, તો સાંખી લેવામાં આવશે નહીં.
ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે ગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવવી જોઇએ. માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી થઈ શકશે નહીં. નાગરિકોને પોતાની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કાર્ય છે.
નોંધનીય બાબત છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ વાહનચાલકો વિવિધ કારણો જણાવીને હેલ્મેટ પહેરવાથી બચતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે, ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાય છે.












Click it and Unblock the Notifications
