બ્રેકિંગ ન્યૂઝઃ બગોદરા નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત, 10 ઘાયલ
હાલમાં જ મળતા સમાચાર મુજબ બગોદરા નજીક ગમખ્વાર અકસ્માત થયો છે.
અમદાવાદઃ હાલમાં જ મળતા સમાચાર મુજબ બગોદરા નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. આ દૂર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. અકસ્માત તુફાન અને ટ્રક વચ્ચે સર્જાયો છે. ટ્રકની પાછળ ગાડી ઘૂસી જતા આ દૂર્ઘટના સર્જાઈ છે. ઘાયલોને અમદાવાદમાં સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ નજીક બગોદરા પાસે તુફાન ગાડી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત ઘટના સ્થળે નીપજ્યા છે. 10 ઈજાગ્રસ્ત લોકોને અમદાવાદની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે આ દૂર્ઘટના સર્જાઈ. પોલિસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
