For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનનુ અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે જ્યાં એરપોર્ટ બહાર તેમનુ ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરવામાં આવ્યુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ તેમનુ સ્વાગત કર્યુ. બ્રિટિશ પીએમનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી 15 મિનિટનો રોડ શો યોજાયો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાફલા સાથે જોડાયા હતા. યુકેના પ્રધાનમંત્રીનુ અભિવાદન કરવા માટે સુભાષબ્રીજ કલેક્ટર ઑફિસ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

boris jonson

તમને જણાવી દઈએ કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન આજથી બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસની શરૂઆત ગુજરાતના ગાંધીનગરથી થશે. સવારે આઠવવાગે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા. સાડા નવ વાગે સાબરમતી આશ્રમ પહોંચશે. 11 વાગે પંચમહાલની હાલોલ જીઆઈડીસીમાં જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. વળી, કૈલાસનાથન ચીફ પ્રિન્સીપાલ સેક્રેટકરી સીએમઓ સાથે જશે. બપોરે બે વાગે ગાંધીનગર હેલીપેડ પરત ફરશે. બપોરે અઢી વાગે ગુજરાત બાયોટેકનોલૉજી યુનિવર્સિટી ગિફ્ટ સિટીમાં બેઠક પતાવ્યા બાદ ગાંધીનગરના અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે.

જાણો બ્રિટિશ પીએમનો સમગ્ર ભારત કાર્યક્રમ

  • બોરિસ જૉનસન 21 એપ્રિલે પ્રમુખ વ્યાપારિક સમૂહના નેતાઓને મળવા અને યુકે ને ભારતના વાણિજ્યિક, વેપાર અને લોકોના સંબંધો પર ચર્ચા કરવા માટે અમદાવાદ આવશે.
  • શુક્રવારે જૉનસન રાષ્ટ્રપતિ ભવનમાં એક ઔપચારિક સ્વાગત સમારંભામાં શામેલ થશે અને બાદમાં મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે.
  • યુકેના પ્રધાનમંત્રી 22 એપ્રિલે નવી દિલ્લીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે જ્યાં યુકેના નેતા અને ભારતની રણનીતિક રક્ષા, રાજનાયિક અને આર્થિક ભાગીદારી પર ઉંડી ચર્ચા કરશે જેનો ઉદ્દેશ ઈંડો પેસિફિકમાં ગાઢ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો અને સુરક્ષા સહયોગને આગળ વધારવાનો છે.
  • બ્રિટનના પ્રધાનમંત્રી જૉનસન ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે પણ વાતચીત કરશે. બપોરે લગભગ એક વાગે બંને પક્ષ હૈદરાબાદ હાઉસમાં પ્રેસ નિવેદન જાહેર કરશે.
  • આ ઉચ્ચ સ્તરીય યાત્રા દરમિયાન જૉનસન, આ વર્ષની શરુઆતમાં શરુ કરવામાં આવેલી મુક્ત વેપાર સમજૂતી(એફટીએ) વાતચીત પર પણ ચર્ચા કરશે.

English summary
British PM Boris Jonson reached Ahmedabad, welcomed by CM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X