નરેન્દ્ર મોદી દેશની કમાન સંભાળી ત્યારથી જોવા મળ્યો બદલાવ - અમિત શાહ
Ahmedabad: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારના રોજ અમદાવાદના સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ દ્વારા આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં શિરકત કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના કામોની સરાહના કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદી બાદ અમારું વિઝન ભારત કેન્દ્રીત ન હતું, પરંતુ જ્યારે નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી ત્યારે તેમાં પરિવર્તન જોવા મળ્યું છે.

આઝાદી પછી, અમારું વિઝન ભારત કેન્દ્રિત ન હતું - અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદી પછી જે લોકો દેશને પ્રેમ કરતા હતા અને ભારત શબ્દ માટે આદર ધરાવતા હતા. તેમને ખરાબ લાગ્યું કે, દેશ આઝાદ થઈ ગયો છે, પરંતુ તેમનું વિઝન ભારત કેન્દ્રીત નહીં પરંતુ કંઈક બીજું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપના તમામ કાર્યકરોએ વર્ષ 1950થી આ વલણ બદલવાનું કામ શરૂ કર્યું હતું. અમારી પાર્ટીની ઘણી પેઢીઓએ તેને વાસ્તવિકતા બનાવવાનો પ્રયાસ કર્યો અને ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.
ભારતની સુરક્ષા પર કોઈને શંકા નથી - ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશ હવે ટોચના મોબાઈલ ફોન ઉત્પાદક બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. સ્ટાર્ટ-અપ્સ અને રિન્યુએબલ એનર્જીના સંદર્ભમાં ત્રીજા સ્થાને અને જ્યાં સુધી સુરક્ષાનો સવાલ છે. હવે અમારા પર કોઈ શંકા કરતું નથી.
મોદી સરકારે કલમ 370 નાબૂદ કરી - આ સિવાય અમિત શાહે કલમ 370નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું હતું કે, અનુચ્છેદ 370ના કારણે અલગતાવાદ અને આતંકવાદનો જન્મ થયો હતો. વર્ષોથી આપણે કલમ 370નો માર સહન કરી રહ્યા છીએ, પરંતુ 5 ઓગસ્ટ, 2019ના રોજ વડાપ્રધાન મોદીએ તેને એક જ ઝાટકે નાબૂદ કરી દીધી હતી.
આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે - અમિત શાહે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા અમે અમારી સરહદોમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનારાઓને સંદેશ આપ્યો છે. જો તેઓ આપણા સૈનિકો સામે લડશે તો તેમને જ નુકસાન થશે. આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નરેન્દ્ર મોદીની નીતિ છે.












Click it and Unblock the Notifications
