અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે કર્યો જન સંવાદ કાર્યક્રમ, જનતાના પ્રશ્નો સાંભળ્યા
Ahmedabad News: CM ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જન સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે આ કાર્યક્રમમાં પ્રજાના રજૂઆતોને સાંભળી હતી. CMએ જન સંવાદમાં ભાગ લીધા ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે સમર્પણ ટાવર ખાતે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જન સંવાદ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. તેમણે શાંતિ અને ધીરજપૂર્વક સ્થાનિકોના પ્રશ્નો સાંભળ્યા હતા. તેઓ ઘાટલોડિયાના સમર્પણ ટાવર ખાતે સ્થાનિકો સાથે રુબરુ થયા હતા. મોટી સંખ્યામાં સ્થાનિકોએ CM ભૂપેન્દ્ર પટેલને મળવા, જોવા અને રજૂઆતો કરવા ઉમટી પડ્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલ સવારે સમર્પણ ટાવર ખાતે પહોંચ્યા હતા જ્યાં સૌથી પહેલા તેઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ બાદ ઘાટલોડિયા વોર્ડમાં આવતી અલગ અલગ સોસાયટીના રહીશોને મળ્યા હતા અને એક બાદ એક જે પણ વ્યક્તિ પોતાની રજૂઆત કરવા આવતા હતા તેમની વાત સાંભળી હતી. લોકો દ્વારા રોડ, પાણી, ગટર, લાઈટ, રોડ પરના ગેરકાયદેસર દબાણો, સોસાયટીઓમાં ગેરકાયદેસર બાંધકામ અને ટ્રાફિકને લઈને રજૂઆત કરી હતી. આ કાર્યકમમાં ઘાટલોડિયા વોર્ડની અંદાજે 300 જેટલી સોસાયટીના લોકોને જાણ કરવામાં આવી હતી જેમાંથી 100 જેટલા લોકો પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા. લોકો એક બાદ એક રજૂઆત કરવા માટે આવ્યા હતા અને CM દ્વારા તેઓને સમય ફાળવી અને સાંભળવામાં આવ્યા હતા.
ઘાટલોડિયાના સમર્પણ ટાવર ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમની હાજરીથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનું વાતાવરણ રચાયું હતું. ઘાટલોડિયાના વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ પણ વૃક્ષારોપણ કર્યુ હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણના જતન માટે વૃક્ષો કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
