CMએ પરીક્ષા પે ચર્ચા-2024 કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળ્યું
પરીક્ષા પે ચર્ચા 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા-2024 કાર્યક્રમ અંતર્ગત દેશના-વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયાની નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકોની સાથે બેસીને આ પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ નિહાળવામાં જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડાપ્રધાન મોદીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પરીક્ષા પે ચર્ચાના જીવંત પ્રસારણને નિહાળવા શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાની, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતિનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, કોર્પોરેટર મિનાક્ષી, કોર્પોરેટર ભાવના પટેલ, નૂતન સ્કૂલના ટ્રસ્ટી ચંદુભાઈ આર. પટેલ, નૂતન સ્કૂલના આચાર્ય હેમંતભાઈ પટેલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
