રાજ્યમાં આ તારીખથી ઠંડી લેશે વિદાય, આ જિલ્લાઓમાં કાળઝાળ ગરમીની આગાહી
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ બેવડી ઋતુની આગાહી પણ કરવામાં આવી છે. જો કે, ઠંડી અંગે પણ હવામાન વિભાગે ગુજરાતમાંથી ઠંડી ધીમીગતિએ વિદાઈ લેશે તેવી આગાહી કરી છે.
જો કે, હવામાન વિભાગની બેવડી ઋતુની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીની શરુઆત થઈ શકે છે. જો કે, આ વચ્ચે કેટલાક વિસ્તારોમાં સવાર -રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ શકે છે. જ્યારે બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે.
રાજ્યમાં ઠંડી ઘટતા તાપમાનમાં વધારો થશે. 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. હાલ ઉત્તર પૂર્વથી ઉત્તર તરફ પવનની દિશા રહે તેવી આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં 35.6 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, ડાંગ, ખેડા, મોરબી, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનત તાપમાન રહે તેવી શક્યતા છે.
આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, સાબરકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનત તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ દાહોદ, પાટણ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનત તાપમાન રહે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
