પોતાનું ભવિષ્ય ના ભાંખી શક્યો સાણંદનો આ જ્યોતિષ, ફેંકાયો જેલના સળિયા પાછળ

ગાંધીનગરમાં આવેલી CMO કચેરીના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી જીએસટીના અધિકારીને ધમકી આપવા મામલે અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉત્તર પ્રદેશના એક ઠગબાજ ધરપકડ કરી છે. આરોપીએ સોશિયલ મીડિયામાં નેતાઓ સાથેના પોતાના ફોટા પણ મૂક્યા હતા.

ઠગબાજ લવકુશ ત્રિવેદી ઘણા મહિનાઓથી સીએમઓના અધિકારી તરીકેની ઓળખ આપતો હતો. જીએસટી અધિકારી પર રોફ જમાવતો હતો, VIP સુવિધાઓ મેળવી અને લોકોને ધાક ધમકી પણ આપી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ahd police

મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારીની ઓળખ આપીને કામ કઢાવી લેતા મૂળ યુપીના શખ્સ લવકુશ શિવગોપાલ દ્વિવેદીની ધરપકડ કરીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એની પૂછપરછ હાથ ધરી હતી.

આનંદવિલા રો હાઉસ, નિધરાડ, સાણંદ, મૂળ ચિત્રકૂટ ખાતે રહેતો લવકુશ વ્યવસાયે કર્મકાંડી, જ્યોતિષી છે અને ખાનગી સિક્યુરિટી પૂરી પાડે છે. તેણે રાજકીય આગેવાનો સાથેની ઓળખનો પણ ગેરલાભ ઉઠાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઊંઝામાં પોતાના વેપારી કાકાને જીએસટીની કાર્યવાહીથી બચાવવા સ્વાંગ રચ્યો હોવાની તેણે કબુલાત આપી હતી.

એસીપી જીતુ યાદવે જણાવ્યું કે લવકુશ ત્રિવેદી છેલ્લા પાંચથી છ મહિના સુધી જીએસટીના અધિકારીને ફોન કરીને ધમકાવતો હતો. આ સિવાય પણ અધિકારીઓને એણે ધમકાવીને કામ કઢાવ્યા હોવાની આશંકા છે. અન્ય અધિકારીઓ ફરિયાદ માટે આગળ આવે એની રાહ જોવાઇ રહી છે.

આરોપી લવકુશ ત્રિવેદી હિંમતનગરમાં જન્મ્યો છે. સોશિયલ મીડિયા પર પોતે હિંદુ સંગઠનોમાં સક્રિય છે અને ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવીને અન્ય રાજ્યોમાં સરકીય હાઉસોમાં ઉતરતો હતો. સાઈબર ક્રાઈમ વધુ તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X