દિનેશ શર્માએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને દિનેશ શર્માએ કોંગ્રેસનના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, દિનેશ શર્મા કોંગ્રેસની કાર્યપ્રણાલીથી નારાજ હતા.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને દિનેશ શર્માએ કોંગ્રેસનના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, દિનેશ શર્મા કોંગ્રેસની કાર્યપ્રણાલીથી નારાજ હતા. 21 ફેબ્રુઆરીના રોજ તેમણે પ્રિયંકા ગાંધીને ટેગ કરીને નારાજગી પણ વ્યક્ત કરી હતી.

Dinesh Sharma

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. AMCના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને રાજીનામું આપ્યું છે.

AMCમાં વિરોધ પક્ષના નેતા (LOP) કોંગ્રેસના દિનેશ શર્માએ સોમવારે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. શર્માએ તેમનું રાજીનામું AMC સેક્રેટરીને મોકલ્યું નથી.

પક્ષને કુંભકરણની નિંદ્રામાંથી જગાડવા કર્યા સૂચનો

AMCના પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસ આગવાન દિનેશ શર્માએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું આપતા પત્રમાં લખ્યું છે કે, હું છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષની કાર્ય પ્રણાલીથી તેમજ નિર્ણાયક શક્તિના અભાવે થઇ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકું તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકરણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષમા સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બનાવવા માટે પક્ષને અનેક સકારાત્મક સૂચનો કરતો આવ્યો છું. તેમ છતાં પણ પરિણામ શૂન્ય જ રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવું જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે, 2019માં પણ દિનેશ શર્માને બદલવાની હિલચાલ થઈ હતી અને 33 વરિષ્ઠ કોર્પોરેટરો કોંગ્રેસ હાઈકમાન્ડને મળ્યા હતા. જો કે, બાદમાં AMCમાં કોંગ્રેસ ઘણા કોર્પોરેટરો સાથે વિભાજિત થઈ ગઈ હતી અને દાવો કર્યો હતો કે, તેમને પરિવર્તન માટે દબાણ કરવા માટે પત્ર પર સહી કરવાની ફરજ પડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X