અમદાવાદના કણભામાંથી ડુપ્લીકેટ ઘીનો મોટો જથ્થો ઝપ્ત, એક શખ્સ પકડાયો

અમદાવાદ જિલ્લાના કણભામાંથી ફૂડ સેફ્ટી અને ગુણવત્તાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં બનાવટી ઘીનો મોટો જથ્થો ઝપ્ત કરાયો છે.

ગ્રામ્ય SOG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ ના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત તપાસ હાથ ધરી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કણભા વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા.

Ghee

દરોડા દરમિયાન ગોડાઉનમાં અર્બુદા પ્રોડક્ટના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ અને સંગ્રહ થતો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ગોડાઉનની તપાસ 1.56 લાખથી વધુની કિંમતનો 223.200 કિલોગ્રામ ડુપ્લીકેટ ઘીનો જથ્થો કબજે કર્યો છે.

આ બનાવટી ઘીની ગુણવત્તા ચકાસવા માટે તાત્કાલિક ધોરણે ઘીના સેમ્પલો લેવામાં આવ્યા છે. આ સેમ્પલોને લેબોરેટરીમાં મોકલીને તેના રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ કેસમાં પોલીસે ઘીનું વેચાણ અને ગોડાઉનનું સંચાલન કરનાર આરોપીની ધરપકડ કરી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ડુપ્લીકેટ ઘીના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X