For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂત એક્ટિવિસ્ટ સાગર રબારી AAPમાં જોડાયા

ખેડૂત કાર્યકર્તા અને ખેડૂત સમાજ ગુજરાત (KSG)ના ભૂતપૂર્વ સચિવ સાગર રબારીએ સોમવારે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે.

|
Google Oneindia Gujarati News

ખેડૂત કાર્યકર્તા અને ખેડૂત સમાજ ગુજરાત (KSG)ના ભૂતપૂર્વ સચિવ સાગર રબારીએ સોમવારે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે. તેમને દાવો કર્યો કે, તેમને 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાના 37 વર્ષના કાર્યકાળમાં પ્રથમ વાર કોઇ રાજકીય પક્ષ સાથે જોડાઈ રહ્યા છે. 53 વર્ષીય સાગર રબારી જે હાલમાં ખેડૂત એકતા મંચના સ્થાપક પ્રમુખ છે, સોમવારના રોજ ઈસુદાન ગઢવી અને કિશોર દેસાઈ જેવા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં અમદાવાદમાં પાર્ટીના મુખ્યાલય ખાતે ગુજરાત આપમાં જોડાયા છે.

Sagar Rabari

AAP માટે આનંદની વાત છે. કારણ કે, વર્ષોથી ખેડૂતોના અધિકારો માટે લડનારા એક વ્યક્તિ જે ગુજરાતના ખેડૂતોને લગતા મુદ્દાઓ પર નિષ્ણાત તરીકે જાણીતા છે, તેમને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાગર રબારીને કોઈ પરિચયની જરૂર નથી અને જાહેર ક્ષેત્રમાં તેમના 37 વર્ષના કાર્યમાં આ પ્રથમ વખત છે કે, તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડાયા છે. જે દર્શાવે છે કે AAP એ પરિવર્તનવાળી પાર્ટી છે અને અમે એવા સારા લોકોનો વિકલ્પ આપીએ છીએ જે રાજકારણમાં નાપાક તત્વોને પડકારવા માગે છે, ઇસુદાન ગઢવીએ કહ્યું હતું.

Sagar Rabari

AAPમાં જોડાતા સમયે સાગર રબારીએ જણાવ્યું હતું કે, છેલ્લા 37 વર્ષથી હું ખેડૂતો માટે સિસ્ટમ બદલવાના ઉદ્દેશ સાથે સિસ્ટમ સામે લડી રહ્યો છું. સિસ્ટમને બદલવા માટે, સિસ્ટમમાં પ્રવેશ કરવો પડે છે તે સમજીને મે આ પ્રસંગે AAPમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

વિશ્વ આદિવાસી દિવસ તેમજ સોમવારના રોજ ઓગસ્ટ ક્રાંતિ દિવસ છે. 9 ઓગસ્ટના રોજ ગાંધીજીએ અંગ્રેજ શાસનને ભારત છોડાવવા માટે 'અંગ્રેજ ભારત છોડો' સૂત્ર આપ્યું હતું અને તે જ રીતે, આજે ગુજરાતમાંથી ભાજપને હટાવવાના ઉદ્દેશ સાથે હું આપમાં જોડાયો છું. હું AAPમાં જોડાયો છું. કારણ કે, મને તેમના કાર્યકર્તાઓની સમાન વિચારધારા છે અને AAP એકમાત્ર એવો પક્ષ છે, જે વૈકલ્પિક શાસન પ્રણાલી આપી શકે છે, જેવી લોકો ઇચ્છે છે.

Sagar Rabari

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર સાગર રબારીને તેમની પાર્ટીમાં આવકારતા લખ્યું કે, ખેડૂત એકતા મંચના પ્રમુખ, 37 વર્ષથી ખેડૂતોના અધિકારો માટે સંઘર્ષ કરનારા અને જેપી આંદોલનથી પ્રભાવિત, સાગર રબારી આજે પ્રણાલીગત પરિવર્તન અને સપનાના ગુજરાતના નિર્માણ માટે આપમાં જોડાયા છે.

English summary
Sagar Rabari, a farmer activist and former secretary of Khedut Samaj Gujarat (KSG), joined the Aam Aadmi Party (AAP) on Monday, claiming that he was joining a political party for the first time in his 37-year tenure before the 2022 assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X