કેન્સરના નિદાન માટે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે મફત સેકન્ડ ઓપિનિયન કેમ્પ
અમદાવાદમાં 19 ઓક્ટોબર, 2020થી 31 ઓક્ટોબર, 2020 દરમિયાન ફ્રી કેન્સર નિદાન કેમ્પનુ આયોજન.
અમદાવાદઃ ભારતમાં હાલમાં કેન્સરનુ પ્રમાણ એક લાખની વસ્તીએ 70-90નુ માનવામાં આવે છે. દર વર્ષે કેન્સરના નવા લાખો દર્દીઓ વધી રહ્યા છે. ભારતમાં રોજના 3 હજાર નવા કેન્સરના દર્દીઓ ઉમેરાય છે. કેન્સર પ્રત્યેની સભાનતા, જરૂરી જ્ઞાન અને પ્રારંભિક તપાસના અભાવે મોટાભાગના કેન્સરના દર્દીઓ છેલ્લા સ્ટેજમાં પહોંચી જતા હોય છે. કેન્સર માટે કહેવાય છે કે જો શરૂઆતના તબક્કામાં જ કેન્સરનુ નિદાન થઈ જાય તો તેનો ઈલાજ મહદ અંશે સંભવ છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સરના નિદાન માટે મફત સેકન્ડ ઓપિનિયન કેમ્પ યોજાઈ રહ્યો છે. જે 19 ઓક્ટોબર, 2020થી 31 ઓક્ટોબર, 2020 દરમિયાન કાર્યરત છે. જો તમે કેન્સરનુ નિદાન કરાવેલુ હોય તો તમે અહીં નિષ્ણાત ડૉક્ટરોની ટીમ પાસેથી મફતમાં બીજો અભિપ્રાય મેળવી શકો છો. મેડિકલ ઓન્કોજીસ્ટ તરીકે ડૉ. કીર્તિભાઈ પટેલ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિ સેવા આપી રહ્યા છે જ્યારે સર્જીકલ ઓન્કોલોજીસ્ટ તરીકે ડૉ. દેવેન્દ્ર પરીખ, ડૉ. તનય શાહ અને ડૉ.આદિત્ય જોશીપુરા સેવા આપી રહ્યા છે.
જો કે તમારે રજિસ્ટ્રેશન અને અપોઈન્ટમેન્ટ પહેલેથી લેવી જરૂરી છે. મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને 'આયુષ્માન યોજના'ના કાર્ડધારકો માટે નિઃશુલ્ક સારવાર પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સંપર્ક કરવા માટે 079 6604 8108 તેમજ 82008 12833 નંબરો આપવામાં આવ્યા છે. અહીં મો-ગળા, સ્તન, ફેફસા, ગર્ભાશય, અન્નનળી-આંતરડા, થાઈરૉઈડ, બ્લડ કેન્સર, ઓન્કો રિકન્સ્ટ્રક્ટીવ સર્જરી માટે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા સલાહ પણ આપવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
