IAS અધિકારીના પત્નીનો ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ, સારવાર દરમિયાન સિવિલ હૉસ્પિટલમાં મોત
IAS Officer Wife Suicide: ગાંધીનગરમાં સેક્ટર 19માં રહેતા 2005ની બેચના સીનિયર IAS અધિકારી રણજીત કુમારના પત્નીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યા બાદ સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યુ છે. ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરનાર એમના પત્ની સૂર્યાબેનની ગઇકાલે હાલત સ્થિર હતી.
તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, ઝેરી દવાની વધુ અસર થતા તેમને ICU વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનુ મોત થયુ હતુ.

મળતી માહિતી મુજબ, સીનિયર IAS અધિકારીના પત્ની છેલ્લા આઠ મહિનાથી પોતાના પતિ સાથે રહેતા નથી. તેમની વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. અધિકારીના પાસે માત્ર એમના બાળકો જ રહે છે.
IAS અધિકારીના પત્ની વિરુદ્ધ તેમના વતન મદુરાઈમાં અપહરણનો કેસ પણ દાખલ છે. તેઓ ત્યાંથી ફરાર છે અને તેમના ગિરફતારી માટે એક અલગ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ગુજરાતમાં આવી તેમની ધરપકડ કરી શકે છે. એ જ સમયે, IAS અધિકારીની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવામાં આવ્યું છે.
IAS અધિકારીના પત્ની પર તૂતીકોરિન જિલ્લામાં બીજા એક કેસમાં પણ ફરિયાદ દાખલ છે. આ કેસ માટે તેમણે એપ્રિલ 2024માં આગોતરા જામીન મેળવ્યા હતા.












Click it and Unblock the Notifications
