CMને મળેલી ભેટ અને સ્મૃતિ ચિહ્નની અમદાવાદમાં થશે હરાજી
Ahmedabad: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન મળેલી ભેટ અને સ્મૃતિચિહ્નોની હરાજી કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભેટ તરીકે મળેલી વસ્તુઓનું અમદાવાદ સ્થિત વસુલત ભવન, સિટી ડેપ્યુટી કલેક્ટર (વેસ્ટ)ની કચેરી સરખેજ ગાંધીનગર હાઈવેના ગોતા વિસ્તારમાં 18 થી 20 જાન્યુઆરી દરમિયાન હરાજી માટે પ્રદર્શિત કરવામાં આવશે.

તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન તેમને મળેલી ભેટોની હરાજી કરવા અને મળેલ નાણાનો સારા હેતુ માટે ઉપયોગ કરવાની પહેલ કરી હતી. આ પરંપરા વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ચાલુ રાખી છે.
આ સંદર્ભે અમદાવાદ ખાતે તારીખ 18 થી તારીખ 20 જાન્યુઆરીના ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે. આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત ₹૨૫ લાખની કિંમતની 850 જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવનાર હોવાનું સીટી ડેપ્યુટી કલેક્ટર(પશ્ચિમ) ઉમંગ પટેલે જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમને વિવિધ કાર્યક્રમો કે પ્રવાસ દરમિયાન મળતી ભેટ સોગાદોને તોશાખાનામાં જમા કરાવીને તેના પ્રદર્શન અને વેચાણમાંથી થતી આવકનો વિવિધ લોકહિત અને જનકલ્યાણના કાર્યોમાં ઉપયોગ કરવાની ઉમદા પહેલ અમલમાં મૂકી હતી. તેમની આ પહેલને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સુપેરે આગળ ધપાવી છે.
મુખ્યમંત્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરવામાં આવેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અમદાવાદ ખાતે વસુલાત ભવન, સિટી ડેપ્યુટી કલેક્ટર(પશ્ચિમ)ની કચેરી, ગોતા, એસ.જી. હાઈવે ખાતે 18 થી 20 જાન્યુઆરી દરમિયાન કચેરી સમય દરમિયાન રાખવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
