For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર સ્ટેન્ડિંગની બેઠકમાં 14 એજન્ડા નામંજૂર કરાયા

ગાંધીનગર સ્ટેન્ડિંગની બેઠકમાં 14 એજન્ડા નામંજૂર કરાયા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક સોમવારે બપોરે યોજાઇ હતી. આ બેઠકમાં એજન્ડા પર લેવાયેલા 14 જેટલા કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા. જે 2.60 કરોડના કામોને બહાલી આપવામાં આવી નહોતી. એજન્ડા પર લેયાયેલા 32 જેટલા મુદ્દામાંથી 18 જેટલા એજન્ડાને બહાલી આપવામાં આવી હતી.

gandhinagar

તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટોર શાખામાં ખરીદીમાં કોર્પોરેશનના અધિકારીની સંડોવણીનું ખુબ મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ તે અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના અધિકારી સંજય શાહ અન્ય કર્મચારી સાથે મળીને વિવિધ ખરીદીમાં કટકી કરતાં હોવાનું બહાર આવતાં આ બેઠકમાં તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જશુ પટેલ દ્વારા જણાવ્યુ હતુ કે, કોર્પોરેશનની ખરીદીના કામોમાં ગેરરીતી આચરનારા સંજય શાહની સ્ટોર શાખા દ્વારા કોર્પોરેટર્સની ગ્રાન્ટમાંથી વિવિધ ખરીદી કરવા બાબતે મળેલ મંજૂરીના કામોમાંથી 14 જેટલા એજન્ડા પર લેવાયેલ કામોને નામંજૂર કરવામાં આવ્યા છે. જેમાં, માજી ગૃપ દ્વારા 10 હજાર ખુરશીના કામ પણ નામંજૂર કરવામાં આવ્યા છે. માજી ગૃપની એજન્સી આઉટ સોર્સિગ કર્મચારી સાથે મળીને અધિકારી સંજય શાહની મિલિભગત સામે આવતાં તેમની સામે કાર્યવાહી કરવા અને આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા પણ નક્કી કરાયું હતું. મહાનગરપાલિકાની સ્ટોર શાખાના કૌભાંડ ખુલ્લા થયા બાદ હવે અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા કામો પર પણ કૌભાંડ બહાર આવવાની શક્યતા વધી છે.

આ ઉપરાંત સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં ગુડા વિસ્તારમાં સમાવિષ્ટ ગામો તથા પેથાપુરના તુટેલા રસ્તાઓના સમારકામ માટેનું 10.83 કરોડનું કામ અંબિકા કંસ્ટ્રક્શનને આપવામાં આવ્યું હતું અને તેને મંજૂર કરવામાં આવ્યું છે.

English summary
GMC Standing Committee disapproved 14 tendering agenda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X