Ahmedabad: અમદાવાદીઓ માટે સારા સમાચાર, આ ચાર શહેરો માટે મળશે સીધી ફ્લાઈટ
Ahmedabad: અમદાવાદ ગુજરાતનું આર્થિક પાટનગર છે. આ સાથે ગુજરાતનું સૌથી મોટું શહેર પણ છે. જે કારણે દેશ વિદેશથી લોકો અમદાવાદ આવતા જતા હોય છે.
આવામાં અમદાવાદ એરપોર્ટથી ઘણા શહેરો માટે ડાયરેક્ટ ફ્લાઈટ મળે છે. આ વચ્ચે ઈન્ડિગો એર લાઈન દ્વારા ચાર શહેરો માટે ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના મુસાફરો પાસે ડિસેમ્બરમાં મુસાફરી માટે વધુ વિકલ્પો હશે. કારણ કે, ઈન્ડિગો દ્વારા અમદાવાદથી ચાર નવા રૂટ શરૂ કરવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
ઈન્ડિગોના શિયાળાના સમયપત્રકના ભાગરૂપે, નવા રૂટ અમદાવાદને તિરુવનંતપુરમ, ગુવાહાટી, કોચી અને કોલકાતા જેવા ચાર શહેરો સાથે જોડશે.
અમદાવાદથી તિરુવનંતપુરમની ફ્લાઇટ્સ - 10 ડિસેમ્બરથી અમદાવાદથી તિરુવનંતપુરમની ફ્લાઇટ્સ સાપ્તાહિક ચાર વખત ઓપરેટ થશે.
જે અમદાવાદથી સાંજે 4:15 કલાકે ઉપડશે અને સાંજે 7:15 વાગ્યે પહોંચશે. રિટર્ન ફ્લાઈટ તિરુવનંતપુરમથી સાંજે 7:35 વાગ્યે ઉપડશે અને 9:55 વાગ્યે અમદાવાદ પહોંચશે.

અમદાવાદથી ગુવાહાટીની ફ્લાઇટ્સ - ગુવાહાટી માટે ફ્લાઇટ દરરોજ ઓપરેટ થશે, SVPI એરપોર્ટથી સવારે 8:30 વાગ્યે ઉપડશે અને સવારે 11:15 વાગ્યે ગુવાહાટીમાં ઉતરશે.
રિટર્ન ફ્લાઈટ ગુવાહાટીથી સાંજે 4:55 વાગ્યે ઉપડશે અને 8:35 વાગ્યે અમદાવાદ પહોંચશે.
અમદાવાદથી કોચીની ફ્લાઇટ્સ - ફ્લાઇટ નંબર 6E 6237 અમદાવાદથી કોચીની બીજી સીધી ફ્લાઇટ હશે, જે SVPI એરપોર્ટથી સાંજે 4:25 વાગ્યે ઉપડશે અને 6:45 વાગ્યે કોચી પહોંચશે.
રિટર્ન ફ્લાઈટ, 6E 6238, કોચીથી સાંજે 7:15 વાગ્યે ઉપડશે અને 9:50 વાગ્યે અમદાવાદ પહોંચશે. ઉલ્લેખનીય છે કે, આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ-મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઓપરેટ થશે.
અમદાવાદથી કોલકાતાની ફ્લાઇટ્સ - કોલકાતાની નવી દૈનિક ફ્લાઇટ SVPI એરપોર્ટથી રાત્રે 9:20 વાગ્યે ઉપડશે અને 11:15 વાગ્યે કોલકાતા પહોંચશે.
આ સાથે કોલકત્તાથી રીટર્ન ફ્લાઈટ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરે 12:50 વાગ્યે ઉપડશે અને બપોરે 3:45 વાગ્યે SVPI પહોંચશે.












Click it and Unblock the Notifications
