ગુજરાત એટીએસ દ્વારા દેશવ્યાપી આતંકી નેટવર્કનો પર્દાફાશ

ગુજરાતના ATS દ્વારા ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રાવિન્સના દેશવ્યાપી નેટવર્કને ઉજાગર કર્યું છે. આ આતંકી નેટવર્ક ગુજરાતથી જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં ચાલી રહ્યું છે.

સુરતથી એક મહિલા સુમેરા બાનો મલિકની ધરપકડ કર્યા બાદ ખદીજા નામની બીજી મહિલા સહિત હૈદરાબાદથી બે લોકોને ઝડપી લેવામાં આવ્યા છે.

Gujarat ATS

એટીએસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, તેલંગાણાની રાજધાનીમાંથી એક પુરુષ અને એક મહિલા આતંકવાદીને લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે.

સૂત્રોનું કહેવું છે કે, બંને આતંકીઓ સુરતની સુમેરા બાનો મલિક સાથે સંકળાયેલા છે. આ તમામ પાંચ લોકો સાથે જોડાયેલા છે, જેમની ISKP મોડ્યુલ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 9 જૂનના રોજ ATSએ જણાવ્યું હતું કે, તેમણે એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.

આ ઉપરાંત મલિક અને ISKP સાથે જોડાયેલા અન્ય ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ISKP ઘણા દેશોમાં ફેલાયેલું આતંકવાદી સંગઠન છે. મલિકને સુરતમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જ્યારે ઉબેદ નાસીર મીર, હન્નાન હયાત શોલ અને મોહમ્મદ અઝીમ શાહ, તમામ શ્રીનગરના રહેવાસીઓ, ગુજરાતના પોરબંદરમાંથી ધરપકડ કરવામાં આવ્યા હતા. પાંચમા આરોપી ઝુબેર અહમદ મુનશીની એટીએસ દ્વારા 12 જૂનના રોજ શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે નોંધાયેલા કેસમાં UAPA પ્રવૃત્તિઓનો આરોપ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X