ગુજરાતમાં શરુ થશે કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ફરીથી એકવાર કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળશે.

અમદાવાદઃ છેલ્લા અમુક દિવસોથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર ચાલુ હતો જેમાં આંશિક રાહત જોવા મળી હતી પરંતુ ગુજરાતનુ વાતાવરણ હવે ફરીથી પલટાવા જઈ રહ્યુ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ફરીથી એકવાર કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળશે. ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની તૈયારી છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

cold

હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડીમાં હાલમાં થોડી રાહત મળશે. વાતાવરણમાં ચાર દિવસ સુધી ઘટાડો નોંધાશે પરંતુ તે પછી કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થશે. 15 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં ઠંડી રહેશે. તે પછી ઠંડીમાં ઘટાડો થશે. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. બીજી ફેબ્રુઆરીના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. દરિયામાં પવન ફંકાવાની સંભાવનાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવવામાં આવ્યુ છે.

અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠાના શહેરોનુ વાતાવરણ પણ આજથી પલટાયુ છે જેના કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. કમોસમી વરસાદ બાદ હવે વાદળછાયુ વાતાવરણ ખેતરના ઉભા પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદમાં વાતાવરણ ધૂમ્મસભર્યુ છે. જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વાતાવરણ ધૂમ્મસભરેલુ અને ઠંડુ રહેશે. મહેસાણામાં પણ બહુચરાજી તાલુકામાં ધૂમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ. જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થાત વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. ધૂમ્મસના કારણે શિયાળુ પાકોને નુકશાન થવાની સંભાવના ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X