Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન શરૂ

આજે અમદાવાદમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશનની શરૂઆત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શરૂ કરવામાં આવી.

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા અમુક દિવસથી કોરોના વાયરસના કેસોમાં નજીવો ઘટાડો થઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસો નવા કેસ કરતાં રિકવર થનાર કેસોની સંખ્યા વધુ છે. છેલ્લા 24 કલાકમાં 12,085 નવા કેસ નોંધાયા છે અને રિકવરી રેટ 76.52 ટકા થયો છે. રાજ્યમાં વેક્સીનેશનનુ કામ પણ ઝડપથી ચાલી રહ્યુ છે. આજે અમદાવાદમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશનની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશન અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શરૂ કરવામાં આવી.

આજથી ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશનની શરૂઆત

આજથી ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશનની શરૂઆત

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરે જે રીતનો કહેર વર્તાવ્યો તેના કારણે રાજ્યમાં મોટા પ્રમાણમાં વેક્સીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં થોડા સમય પહેલા 6 સ્થળોએ ડ્રાઈવ થ્રૂ કોરોના ટેસ્ટીંગની શરૂ કરવામાં આવી હતી જ્યારે આજથી ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશનની શરૂઆત કરવામાં આવી છે. જેની શરૂઆત સવારે સાડા નવ વાગે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવી. આ ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશનનો સમય સવારે 9.30થી 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધીનો છે.

સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે લાંબી લાઈનો

સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે લાંબી લાઈનો

તમને જણાવી દઈએ કે સવારથી જ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે લાંબી લાઈનો લાગી ગઈ હતી. માત્ર ગાડીઓમાં આવતા લોકોને જ વેક્સીન આપવામાં આવી જ્યારે ટુ વ્હીલર પર આવનાર લોકોને પાછા મોકલવામાં આવ્યા જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારબાદ તેમને પણ પ્રવેશ અપાયો હતો. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ હેલિપેડ ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન શરૂ થયુ છે.

વેક્સીનેશન પ્રક્રિયા

વેક્સીનેશન પ્રક્રિયા

ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન માટે વ્યક્તિએ રજિસ્ટ્રેશન કાઉન્ટર પર રજિસ્ટ્રેશન કરાવી માન્ય પુરાવા ચેક કરાયા બાદ તમને ટોકન આપવામાં આવે છે. જેને લઈને વેક્સીનેશન કાઉન્ટર પર જઈ વેક્સીન લેવાની રહેશે. 3 રજિસ્ટ્રેશન કાઉન્ટર અને 3 વેક્સિનેશન કાઉન્ટર છે. ઉલ્લેખનીય છે કે ભૂજમાં રસીકરણ પ્રક્રિયાને ઝડપી બનાવવા પ્રથમ વખત ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X