Gujarat heatwave : અમદાવાદમાં બપોરે 12 પછી સ્કૂલો બંધ રાખવા આદેશ, જાણો કેમ?
Gujarat heatwave : ગુજરાતમાં ગરમીનો પારો ઝડપથી ઉચકાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હિટવેવની સ્થિતી જોવા મળી રહી છે ત્યારે તેનાથી સૌથી વધુ પરેશાની વિદ્યાર્થીઓને થઈ રહી છે.
આ સ્થિતીમાં સરકાર પહેલા જ ચેતવણી જાહેર કરી ચુકી છે. જો કે હવે આનાથી એક કદમ આગળ વધતા અમદાવાદ DEO એ એક મોટો આદેશ જારી કર્યો છે.

અમદાવાદમાં ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ થતાં બપોરે 12 વાગ્યા પછી સ્કૂલો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ નિર્ણયનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. શાળાઓને તેમના સમયપત્રકમાં ફેરફાર કરવા અને આ આદેશનું પાલન કરવા માટે સૂચના જારી કરવામાં આવી છે.
આ નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓને ગરમીની અસરથી બચાવવાનો છે, જેથી તેમનું સ્વાસ્થ્ય અને સુરક્ષા જળવાઈ રહે.
જણાવી દઈએ કે, ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં હાલ તાપમાન સતત વધતા જતા લોકોને હિટવેવનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં તાપમાન વધી શકે છે, જેનાથી ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને આઉટડોર કામ કરનારા લોકો માટે ગંભીર આરોગ્ય સંકટ ઊભું થઈ શકે છે.
હિટવેવની અસર શરીર પર ગંભીર હોઈ શકે છે. તાવ, ઘમ પેચ, ચક્કર આવવી, ઊલટી થવી અને ક્યારેક હીટ સ્ટ્રોક જેવા જીવલેણ લક્ષણો પણ ઊભા થઈ શકે છે. આવા સમયે કેટલીક સાવચેતી રાખવી અત્યંત જરૂરી બને છે.












Click it and Unblock the Notifications
