31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે જીએમઆરસી (GMRC) દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આગામી 31 માર્ચ, 2026ના રોજ કાર્યકારી કારણોસર મેટ્રો ટ્રેન સેવાઓમાં આંશિક વિક્ષેપ પડશે.
જીએમઆરસીના જણાવ્યા અનુસાર, 31 માર્ચે સવારે 9:30 થી 11:00 વાગ્યા દરમિયાન કોટેશ્વર રોડ અને જીએનએલયુ (GNLU) વચ્ચે મેટ્રો સેવાઓ બંધ રહેશે. મુસાફરોએ આ સમયગાળા દરમિયાન મુસાફરીનું આયોજન સાવચેતીપૂર્વક કરવાનું રહેશે.

સવારે એપીએમસી (APMC) થી મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી જવા માટે ઉપડતી કેટલીક ટ્રેનો માત્ર કોટેશ્વર રોડ સુધી જ દોડશે. જેમાં સવારે 08:59, 09:11, 09:23 અને 09:48 વાગ્યે ઉપડતી ટ્રેનોનો સમાવેશ થાય છે.
બીજી તરફ, મહાત્મા મંદિરથી એપીએમસી જવા માટે સવારે 09:13, 09:37 અને 10:01 વાગ્યે ઉપડતી ટ્રેનો માત્ર જીએનએલયુ સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે. આ સમયગાળામાં ટ્રેનોનું સંચાલન મર્યાદિત રહેશે.
ગિફ્ટ સિટીથી એપીએમસી જવા માટે સવારે 10:18 વાગ્યે ઉપડતી મેટ્રો ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ફોસિટી અને મહાત્મા મંદિર વચ્ચેની સેવાઓ પણ સવારે 11:30 થી 12:15 સુધી બંધ રહેશે.
મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે મુસાફરોને પડનારી અગવડતા માટે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. જો તમે પણ મંગળવારે મેટ્રોમાં મુસાફરી કરવાના હોવ તો આ સમયપત્રક ખાસ નોંધી લેજો.












Click it and Unblock the Notifications
