Gujarat Weather: શિયાળાની શરૂઆતમાં થશે માવઠુ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Weather: દિવાળી બાદ શિયાળાનું આગમન થઇ ગયું છે. ગુજરાતમાં ઉત્તર-પૂર્વ પવનો ફૂંકાઇ રહ્યા છે. ગુજરાતમાં અત્યારથી જ ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના શરૂ થઇ ગયા છે. જે કારણે રાજ્યમાં લઘુત્તમ તાપમાન નીચું નોંધાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં સૌથી વધુ ઠંડો રહે છે. આવા સમયે તમામ લોકો ખાસ કરીને ખેડૂતોને તે વાત જાણવામાં રસ છે કે, કેવી ઠંડી પડશે? શિયાળામાં માવઠા થશે કે કેમ? આ અંગે હવામાન વિભાગ દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે.

હવામાન વિભાગે ખેડૂતોને શિયાળુ પાક માટે તથા આગામી સમયમાં રાજ્યના હવામાનમાં કેવા પ્રકારના ફેરફાર નોંધાશે, તે અંગે માહિતી આપી હતી. હવામાન વિભાગે વરસાદની શક્યતાઓ નકારી છે. આ સાથે આગામી સમયમાં માવઠાની અંશતઃ શક્યતાઓ હોવાની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે ખેડૂતો ધણા, જીરુ, લસણ, ઘઉં વગેરે શિયાળુ પાકનું વાવેતર કરવા માગે છે, તે દિવાળી બાદ શિયાળુ પાકનું વાવતેર કરી શકે છે.
હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવે તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો થશે અને ઠંડીનું જોર વધશે. આ સાથે એક બાદ એક ડિસ્ટર્બન્સ આવી શકે છે. 22 નવેમ્બરના રોજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. આ એક મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે. જે કારણે ઉત્તરના પર્વત વિસ્તારમાં હિમવર્ષા થઇ શકે છે. જે કારણે રાજ્યના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, ધીરે ધીરે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આ સાથે રાજ્યમાં અલનીનોની અસર રહી શકે છે. 22 ડિસેમ્બર બાદ ઉત્તરના પર્વત વિસ્તારમાં સ્નોફોલ થઇ શકે છે. સ્નોફોલના લીધે ભારે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આ સાથે જાન્યુઆરી મહિનામાં કોલ્ડ વેવની અસર જોવા મળશે, પરંતુ ફેબ્રુઆરી મહિનાની વાત કરવામાં આવે, તો 5 ફેબુઆરીથી ઠંડીનું જોર વધારે રહેશે. 22 ડિસેમ્બર પછી કોલ્ડ વેવ જોવા મળશે.












Click it and Unblock the Notifications
