આજથી શરૂ થયું ગુજકેટનું રજિસ્ટ્રેશન, જાણો પરિક્ષાની તારીખ
Ahmedabad: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ સોમવારના રોજ જાહેરાત કરી હતી કે, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GujCET) માટે રજિસ્ટ્રેશન 2 જાન્યુઆરીથી શરૂ થશે, અને રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા 31 માર્ચના રોજ યોજાશે. આ અગાઉ બોર્ડે 2 એપ્રિલના રોજ પરીક્ષાની તારીખ જાહેર કરી હતી, પરંતુ તારીખો CBSE બોર્ડની પરીક્ષાઓ સાથે અથડાઈ હોવાથી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 31 માર્ચના રોજ GujCET ને ફરીથી શેડ્યૂલ કરી હતી.

ધોરણ 12 પૂર્ણ કર્યા પછી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ એ રાજ્યની સામાન્ય પ્રવેશ પરીક્ષા છે.












Click it and Unblock the Notifications
