અમદાવાદ મહાનગરપાલિકાની 31 જમીન પર વક્ફ બોર્ડનો ગેરકાયદેસર રીતે કબ્જો, લીગલ કમિટી આવી હરકતમાં
ગુજરાત સરકારની અનેક જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવતુ હોય છે અને જ્યારે સરકારી તંત્રને આ દબાણની જાણ થાય ત્યારે આ ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવે છે.
આ સાથે ગેરકાયદે હડપવામાં આવેલી જગ્યાને ખુલ્લી કરવામાં આવે છે. ત્યારે હવે માહિતી સામે આવી રહી છે કે, અમદાવાદ મહાનગર પાલિકાની જમીનો પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 31 જમીન પર વકફબોર્ડ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કર્યો હોય તેવા ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કિમિટીના ચેરમેન જાતે વકફ બોર્ડની જમીન અ્ંગે પરામર્શ કરશે.
AMCની 31 જમીન પર વક્ફ બોર્ડના ગેરકાયદેસર કબ્જા અંગે હવે લીગલ કમિટી એક્વિટ બની છે. આ 31 જગ્યાઓમાં સરખેજ-રોઝા કમિટીની બે જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

હવે લીગલ કમિટી દ્વારા સિનિયર વકીલની નિમણૂંક કરી જમીનનો કબજો પરત મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફમાં આ જમીન અંગે ચુકાદા આવે તે અંગેના પ્રયાસો પણ કરવામાં આવશે.
વક્ફબોર્ડ દ્વારા જે 31 જમીનો પર કબજો કરવામાં આવ્યો છે તેને પરત લેવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ તજવીજ શરૂ કરી દીધી છે.
આ કેસો માટે આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર લીગલ ઓફિસર, બે જુનિયર વકીલ સહિતનું એક સ્પેશયલ મોનિટરિંગ સેલ પણ ઉભુ કરવામાં આવશે.
આ સાથ જ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ, હવે લીગલના બધા જ દસ્તાવેજ ઓનલાઈનમુકરવામાં આવશે.












Click it and Unblock the Notifications
