અમદાવાદમાં કોરોનાના નવા 137 કેસ ઉમેરાયા, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન 254 કરાયા
સુરતમાં ગઈ કાલે 184, અમદાવાદમાં 137, વડોદરામાં 95 અને રાજકોટમાં 71 નવા કેસ નોંધવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ. છેલ્લા અમુક દિવસોથી આ શહેરોમાં કોરોનાના સૌથી કેસ આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ સુરત કોર્પોરેશનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા જોવા મળી રહી છે. સુરતમાં ગઈ કાલે 184, અમદાવાદમાં 137, વડોદરામાં 95 અને રાજકોટમાં 71 નવા કેસ નોંધવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,587 થઈ ગઈ છે જેમાંથી 22,272 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુઆંક હાલમાં 1622 સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં સંક્રમિતોની સંખ્યા વધવાના પગલે માઈક્રો કન્ટેનમેન્ટની સંખ્યા 254 કરી દેવામાં આવી છે. ગઈ કાલના 251માંથી 17 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરી નવા 20 ઝોન ઉમેરવામાં આવ્યા છે.
નવા ઉમેરવામાં આવેલ 20 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સાઉથ ઝોનના 4 વિસ્તાર, સાઉથ વેસ્ટ ઝોનના 6, સેન્ટ્રલ ઝોનનો 1, નોર્થ ઝોનના 2, નોર્થ-વેસ્ટ ઝોનના 3 વિસ્તાર, વેસ્ટ ઝોનના 3 વિસ્તાર, ઈસ્ટ ઝોનના 1 વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ 1000થી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે જ્યારે 20થી વધુ દર્દીના મોત થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9.30,373 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
