સાસરિયાઓએ પતિના મોત બાદ સતી થવા કર્યું દબાણ, પત્નીએ સાબરમતીમાં લગાવી મોતની છલાંગ
ગુજરાતમાં એક ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પતિના મોત બાદ મહિલાએ સાસરિયાઓ તરફથી મનસિક અને શારીરિક ત્રાસ આપવાના કારણે સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આ ઘટના અંગે ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતમાં પતિ સાથે રહેતી મૂળ રાજસ્થાનની સંગીતા લખરાએ અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો હતો. અત્રે નોંધનીય છે કે, થોડા સમય પહેલા તેના પતિનું અવસાન થયું હતું, ત્યારબાદ તેના સાસરિયાઓ તેને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.

પોલીસ અધિક્ષક એમ. વી. પટેલ કેસની તપાસમાં રોકાયેલા છે. પ્રાથમિક તપાસની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, મહિલા અને તેનો પતિ ગુજરાતમાં સાથે રહેતા હતા. મહિલાના પતિએ અહીં પોતાનું મકાન ખરીદ્યું હતું, જે તેના અને તેની પત્નીના નામે હતું. થોડા સમય પછી તેનું મૃત્યુ થયું હતું, જે બાદ પત્ની એકલા છોડી દીધું હતી.
આ ઉપરાંત પોલીસ ઓફિસરે જણાવ્યું કે, મહિલાને તેના પતિના મૃત્યુ બાદ 54 લાખ રૂપિયાનો ઈન્સ્યોરન્સ પણ મળ્યો હતો. આ માહિતી મહિલાના સાસરિયાઓને મળી હતી, જેના પછી તેઓએ મહિલા પર સતત દબાણ કરવાનું શરૂ કર્યું હતું. મહિલાના સાસુએ જણાવ્યું હતું કે, તેણે ઘર તેના નામે ટ્રાન્સફર કરવું જોઈએ અને વીમાના પૈસા બે ભાગમાં વહેંચી દેવા જોઈએ.
આ સાથે મહિલાના સાસરિયાઓ તેના પર દબાણ કરી રહ્યા હતા કે, સતી પ્રથાને અનુસરીને મહિલાએ તેના પતિ સાથે આત્મહત્યા કેમ નથી કરી લેતી. મહિલાએ આ તમામ બાબતો સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો, પરંતુ અંતે મહિલાએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો હતો.
પોલીસ અધિકારી એમ. વી. પટેલે જણાવ્યું હતું કે, મહિલાના સાસરિયાંના પાંચ સભ્યો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓને શોધીને પકડવાના પ્રયાસો ચાલુ છે.












Click it and Unblock the Notifications
