ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
ઇન્ડિગો એરલાઇન્સની મદીનાથી હૈદરાબાદ જતી એક ફ્લાઇટને બોમ્બની ધમકી મળતા તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઘટના અંગે એરલાઇને જણાવ્યું કે, તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યુ.

આવા બનાવ અગાઉ પણ નોંધાયા છે. 2 ડિસેમ્બરે ઇન્ડિગોની કુવૈતથી હૈદરાબાદ જતી એક ફ્લાઇટને બોમ્બની ધમકી મળતા મુંબઈ એરપોર્ટ પર કટોકટી ઉતરાણ કરવું પડ્યું હતું. આ ધમકી ઇમેઇલ દ્વારા દિલ્હી એરપોર્ટ પર મળી હતી. સુરક્ષા પ્રોટોકોલ મુજબ, ફ્લાઇટનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ કરાયું હતું.
અહેવાલો અનુસાર, ઇન્ડિગોની એરબસ A321-251NX ફ્લાઇટે સવારે 1:56 વાગ્યે કુવૈતથી હૈદરાબાદ જવા ઉડાન ભરી હતી. જો કે, ધમકીભર્યો ઇમેઇલ મળ્યા બાદ, સુરક્ષા કારણોસર આ ફ્લાઇટને સવારે 8:10 વાગ્યે મુંબઈ તરફ વાળવામાં આવી હતી.
તાજેતરમાં સમયમાં શાળાઓ, જાહેર સ્થળો અને વિમાન સહિત અનેક ઠેકાણે બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકીના ઇમેઇલ સતત સામે આવી રહ્યા છે. બુધવારે દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજોને બોમ્બની ધમકી મળતા વ્યાપક સુરક્ષા તપાસ કરાઈ અને વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી બહાર કઢાયા હતા.












Click it and Unblock the Notifications
