Iskcon Bridge Accident: તથ્ય પટેલ સામે પોલીસ કોર્ટમાં રજૂ કરશે 5 હજાર પાનાની ચાર્જશીટ
તથ્ય પટેલે ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને કચડી માર્યા હતા. ત્યારબાદ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન 24મી જુલાઈએ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલહવાલે કરાયો હતો.
આરોપી તેના પિતા સાથે જેલમાં છે. પોલીસ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાના ત્રીજા દિવસે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરશે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ટ્રાફિક પોલીસે 27 જુલાઈએ 5 હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરશે.

આવતી કાલે 5 હજાર પાનાની ચાર્જશીટ પોલીસ કોર્ટમાં રજૂ કરશે. તથ્યના કેસની તપાસ પૂર્ણતાને આરે છે. આવતી કાલે કોર્ટમાં તમામ કાગળો રજૂ કરવામાં આવશે. તથ્ય અકસ્માત કેસમાં 308ની કલમ દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં કલમ ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસનો એક્શન પ્લાન બનાવ્યો છે. આવતી કાલથી ટ્રાફિક ડ્રાઈવની શરૂઆત કરવામાં આવશે. શહેરના એસ જી રોડ , સી જી રોડ , નારણપુરા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે. નો પાર્કિંગ ઝોન અને રોંગ સાઈડ ટ્રાફિકના નિયમો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ દ્વારા સતત ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. ક્રેન અને બીજા સાધનોની મદદથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. ગેરકાયદેસર પાર્કિંગ, લારી ગલ્લા અથવા જે ખોટા સેડ ઊભા કરવામાં આવ્યા છે, તેને અમદાવાદમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
