Summer Update: ઉનાળો આ વખતે બતાવશે રૌદ્ર સ્વરૂપ, હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની આગાહી
રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ શનિવાર એટલે 8મી માર્ચ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી આપી છે.
તેમણે આ સપ્તાહ તાપમાન, પવન, ઝાકળ અને માવઠું કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પવનની ગતિ સામાન્ય કરતા થોડી વધારે જોવા મળશે.
પરેશ ગોસ્વામીએ પહેલી માર્ચે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાત હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે એક સપ્તાહ માટે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, હમણાં કોઈ મોટો ઝાકળવર્ષાનો રાઉન્ડ આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં તથા ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાકળ જોવા મળે તેવી શક્યતા નથી.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, પવનની સ્પીડ નોર્મલ કરતાં ત્રણ પોઈન્ટ વધારે ચાલી રહી છે. એક અઠવાડિયા માટે પવનની ગતિ આટલી જ રહેવાની શક્યતા છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ શકે છે. એટલે કે પવનની દિશા અને ગતિ નોર્મલ નજીક રહે તેવી શક્યતાઓ છે.
તાપમાન અંગે ખેડૂત મિત્રોને સલાહ આપતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે 15મી માર્ચ સુધી ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ. તેનાથી મોડું વાવેતર કરવું જોઈએ નહીં. હાલ લઘુત્તમ તાપમાન અંગેની વાત કરતા તેમણે જણાવ્યું છે કે, મહત્તમ તાપમાન થોડું ઊંચું ગયું હતું.
પરંતુ ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું અનુભવાયું નથી. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ ઉનાળાની કોઈ મોટી ઝલક જોવા નહીં મળે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધ્યું છે. આ સપ્તાહમાં ભયંકર ગરમી પડે તેવા કોઈ એંધાણ નથી.












Click it and Unblock the Notifications
