Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'સનાતન ધર્મના લોકોએ બનાવેલી પ્રસાદી જ લાવવી', અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિર બહાર લાગ્યુ બેનર

વિવિધ મંદિરો દ્વારા ભક્તો માટે અનેક નિયમો બનવવામાં આવે છે. જેમ કે, ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં, મંદિરમાં માત્ર ભક્તિ જ કરવી વગેરે વગેરે....ત્યારે અમદાવાદનું પ્રાચિન નગરદેવી ભદ્રકાળી મંદિર દ્વારા ભક્તોને એક અપિલ કરવામાં આવી છે.

મંદિર દ્વારા પરિસરની બહાર એક બેનર લગાવવામાં આવ્યું છે અને આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, સનાતન ધર્મના લોકો દ્વારા જે પ્રસાદ બનાવવામાં આવ્યો હોય એજ અહીં લાવવામાં આવે. મંદિરના ટ્રસ્ટી દ્વારા આ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પહેલા માતાજીને ચડાવેલ ભોગમાં વિવાદસ્પદ નામ હોવાનુ સામે આવ્યું હતું.

મંદિરની પરિસરમાં લાગેલા આ બોર્ડને જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે અને વિવાદ સર્જાઈ ગયો છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લગાવવામાં આવેલા આ બોર્ડને કારણે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે અને લોકો પ્રશ્નો કરી રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાની ઘટના બાદ ટ્રસ્ટે આ નિર્ણય કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અન્ય ધર્મના લોકો દ્વારા પ્રસાદીમાં કોઈપણ ભેળસેળ કરવામાં આવતી હોવા અંગેની શંકા વ્યક્ત કરી છે.

bhadrakalimandir

મંદિરમાં માતાજીને જે પ્રસાદી ધરાવવામાં આવે છે એ શુદ્ધ, સાત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા એટલે કે હિન્દુ ધર્મના લોકો દ્વારા બનાવવામાં આવેલી હોવી જોઈએ.

જો કે ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રા દરમિયાન જોયું હતું કે કેટલાક અન્ય ધર્મના લોકો જે વસ્તુ આપતા હતા એમાં કહી ન શકાય એવી વસ્તુઓ નાખતા હતા. જેથી અહીં પણ લોકો જે પ્રસાદી લાવે છે એમાં કેવી પ્રસાદી હોય, એમાં શુદ્ધતા અને સાત્ત્વિકતા જળવાય છે કે કેમ એ ખબર નથી હોતી.

ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ જોયું છે કે અન્ય પ્રકારનો માવો, ઘી સહિતની વસ્તુઓમાં અશુદ્ધિ વધુ હોય છે. ખરાબ વસ્તુઓ આપતા હતા, જેના કારણે આ બધું સનાતન ધર્મમાં ચાલતું નથી. એના કારણે અમે મંદિરની બહાર બોર્ડ લગાવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X