Tejashwi Yadav Defamation case : તેજસ્વી યાદવ પર ગુજરાતીઓનું અપમાન કરવાનો આરોપ, અમદાવાદની કોર્ટમાં થશે સુનાવણી
Tejashwi Yadav Defamation case : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જેમ બિહારના નાયબ મુખ્યમંત્રી અને RJD નેતા તેજસ્વી યાદવની માનહાનિ કેસમાં મુશ્કેલી વધી શકે છે.
અમદાવાદની સિટી કોર્ટમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ દાખલ માનહાનિ કેસની સુનાવણી 1 મેના રોજ કરવામાં આવશે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે, આ દેશમાં ફક્ત ગુજરાતીઓ ઠગ હોય શકે છે. એલઆઈસી, બેંકના પૈસા આપો, તો તે લઈને ભાગી જશે.

આ નિવેદન પર અમદાવાદના હરેશ પ્રાણશંકર મહેતાએ તેજસ્વી યાદવ સામે IPCની કલમ 499 અને 500 હેઠળ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેણે અમદાવાદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરેલી ફરિયાદમાં લખ્યું છે કે, તેજસ્વીએ ભૂતકાળમાં ગુજરાતીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
મીડિયાને આપેલા નિવેદનમાં તેજસ્વીએ જણાવ્યું હતું કે, બે ગુંડા ગમે તે હોય, ઠગને છૂટ છે, આજે દેશની સ્થિતિ જોઈએ તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે. ગુજરાતના ઠગને માફ કરવામાં આવશે. એલઆઈસીના પૈસા આપો, બેંકોના પૈસા આપો, જો તે લોકો ભાગી જશે, તો કોણ જવાબદાર રહેશે.
તેજસ્વીના નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવતા ફરિયાદીએ જણાવ્યું છે કે, ઠગ એટલે બદમાશ, ધૂર્ત, લુચ્ચો અને ગુનેગાર વ્યક્તિ. આવા નિમ્ન કક્ષાના શબ્દો ગુજરાતીઓ માટે વપરાયા છે. તેજસ્વી યાદવે જાહેરમાં ગુજરાતીઓનું અપમાન કર્યું છે. આવા નિવેદનો કરવાથી ગુજરાત બહારના લોકો ગુજરાતીઓને શંકાની નજરે જોવા લાગશે.
ઉલ્લેખનીય છે કે, મોદી સરનેમ પર ટિપ્પણીને લઈને માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી છે. 2019માં ભાજપના ભૂતપૂર્વ મંત્રી અને મોઢ વણિક સમાજના નેતા પૂર્ણેશ મોદીએ મોદી અટક અંગેના નિવેદન બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બે વર્ષની સજાને કારણે રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા પણ ગુમાવી દીધી છે.












Click it and Unblock the Notifications
