ખોટા આરોપોમાં ફસાવવા અંગેની આસારામની અરજી પર હાઈકોર્ટે કહી આ વાત
Gujarat High Court: રેપ કેસમાં જેલમાં બંધ આસારામની આજીવન કેદ યથાવત રહેશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસારામની સજાને સ્થગિત કરવાની અરજી ફગાવી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ગાંધીનગરની કોર્ટે 2023માં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી.
સજાને સ્થગિત કરતી વખતે અને જામીન આપવાનો ઇન્કાર કરતા સમયે ન્યાયાધીશ ઇલેશ વોરા અને ન્યાયમૂર્તિ વિમલ વ્યાસની ડિવિઝન બેચ દ્વારા ગુરુવારના રોજ આપવામાં આવેલા તેમના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, આસારામને રાહત આપવા માટે કોઈ કેસ કરવામાં આવતો નથી.
સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો - જાન્યુઆરી 2023માં સેશન્સ કોર્ટ દ્વારા 2013ના રેપ કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
ગુના સમયે ગાંધીનગર નજીક આસારામના આશ્રમમાં રહેતી મહિલાની અરજી પર કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આસારામ બળાત્કારના અન્ય એક કેસમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે.

કોર્ટે અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કર્યો - હાઈકોર્ટે જણાવ્યું હતું કે, અપીલમાં સંભવિત વિલંબ, માંદગી, દસ વર્ષની જેલ પૂર્ણ થવાના આધાર પર આસારામની અરજી પર વિચાર કરવો તે સંબંધિત નથી.
અત્રે નોંધનીય બાબત છે કે, આસારામે અરજીમાં જણાવ્યું છે કે, તેમની સામે બળાત્કારના આરોપો ખોટા છે. તેને એક ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
