For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ- કોંગ્રેસના આ નેતા કોરોનાના લપેટામાં આવ્યા

ભાજપ- કોંગ્રેસના આ નેતા કોરોનાના લપેટામાં આવ્યા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં સત્તારુઢ ભાજપ અને વિપક્ષી દળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહમદ પટેલ અને ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ નરહરી અમીન પણ હોસ્પિટલમાં દાખલ છે. અહમદ પટેલનો ઈલાજ હરિયાણા સ્થિત મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે, જ્યારે હાલમાં જ રાજ્યસભા માટે ચૂંટાયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન પણ સપત્નીક કોવિડ હોસ્પિટલમાં દાખલ છે.

narhari amin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરી અમીનના ભાવ પૂછ્યા. તબીબોએ જણાવ્યું કે નરહરિ અમીન ઉપરાંત તેમની પત્ની પણ કોરોના પોઝિટિવ છે. અમીન સાથે રાજ્યસભા માટે ચૂંટાયેલા અભય ભારદ્વાજ પણ કોરોના સંક્રમિત થયા બાદ વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાવાયા છે. વડોદરામાં તેમનું સ્વાસ્થ્ય ના સુધરતાં તેમને એરલિફ્ટ કરી ચેન્નઈ લઈ જવામાં આવ્યા. જ્યાં 1 મહિનાથી વધુ ઉપચારાધીન રહ્યા બાદ હવે આશંકા જતાવાઈ રહી છે કે આ અઠવાડિયે ડિસ્ચાર્જ થશે. તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલની હાલત ગંભીર, કોરોનાથી સંક્રમિત થયા હતાકોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલની હાલત ગંભીર, કોરોનાથી સંક્રમિત થયા હતા

જ્યારે કોંગ્રેસના કોષાધ્યક્ષ રહી ચૂકેલા સાંસદ અહમદ પટેલ વિશે સમાચાર છે કે તેમને 3 દિવસ પહેલાં જ ગુડગાંવના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટર્સ દ્વારા તેમની દેખભાળ કરવામાં આવી રહી છે. તેઓ 71 વર્ષના છે અને આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ પૉઝિટિવ આવ્યાના થોડા દિવસો પહેલાં જ તેમણે સંસદના મૉનસૂન સત્રમાં ભાગ લીધો હતો. જે બાદ તેમણે ટ્વીટ કર્યું હતું, 'તપાસમાં મારો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા લોકો કૃપિયા કરીને પોતાનો ટેસ્ટ કરાવી લે.' રાજ્યસભા સાંસદના દીકરા ફૈઝલ પટેલે પણ આ બાબતે જાણકારી આપી હતી.

English summary
these leaders from bjp and congress infected with coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X