અમદાવાદના સાણંદમાં ધાર્મિક સમારોહમાં હજારો લોકો થયા એકઠા, પોલીસે કરી કડક કાર્યવાહી
દેશભરમાં તથા ગુજરાતમાં કોરોના વાયરસના કારણે લોકો પરેશાન થઇ રહ્યાં છે. દેશભરમાં લોકોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક આસ્થાના નામે
દેશભરમાં તથા ગુજરાતમાં કોરોના વાયરસના કારણે લોકો પરેશાન થઇ રહ્યાં છે. દેશભરમાં લોકોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક આસ્થાના નામે કોરોના વાયરસના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનિય છેકે અમદાવાદના સાણંદ તાલુકામાં બળીયાદેવ મંદીરે ધાર્મિક કાર્યક્રમ માટે હજારો લોકોની યાત્રા નિકળી હતી. આ યાત્રામાં કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગામના સરપંચ સહીત પાંચ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ કરી હતી.
Amid corona pandemic, thousands throng during a religious event in Sanand, Ahmedabad. #CoronaPandemic pic.twitter.com/4IkwbQsdGH
— Shivangi Thakur (@thakur_shivangi) May 5, 2021
આ પણ વાંચો: કોરોના: ઉત્તર પ્રદેશમાં ફરી વધારાયુ લોકડાઉન, 10 મેં સુધી રહેશે પ્રતિબંધ












Click it and Unblock the Notifications
