For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે મિત્રોએ મૃત્યુ બાદ ઘણા લોકોને નવુ જીવન આપ્યું

બે મિત્રો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા બાદ તેમના મૃતદેહને દાનમાં આપવાને કારણે 13 દર્દીઓને નવુ જીવન મળ્યું છે. 13 જેટલા અંગો અને પેશીઓનું દાન કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : બે મિત્રો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા બાદ તેમના મૃતદેહને દાનમાં આપવાને કારણે 13 દર્દીઓને નવુ જીવન મળ્યું છે. 13 જેટલા અંગો અને પેશીઓનું દાન કરવામાં આવ્યું હતું. આ બંન્ને મિત્રોના પરિવારે તેમના મહત્વપૂર્ણ અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં કુલ ચાર કિડની, બે લીવર, એક હૃદય, બે ફેફસાં અને ચાર કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર રૂસ્તમપુરાના રહેવાસી મીત પંડ્યા (18) અને સુરતના બેગમપુરાના રહેવાસી તેમના મિત્ર ક્રિશ ગાંધી (19), જે 24 ઓગસ્ટના રોજ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી એક ઝડપી વાહન દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી. જેના પગલે તેમને જમીન પર પટકાયા હતા. જે કારણે તેમને ગંભીર રીતે ઘાયલ થયા હતા.

organ donation

એક રાહદારીએ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવીને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંનેને બ્રેઇન હેમરેજનો ભોગ બન્યા હતા. સારવાર કરતા ડોક્ટર્સે બંનેને મિત્રોને બ્રેઈન ડેડ જાહેર કર્યા અને તેમના પરિવારજનોને જાણ કરી હતી.

"અમને બે બ્રેન ડેડ દર્દીઓ વિશે જાણકારી મળતા જ અમે સ્થળ પર દોડી ગયા અને તેમના પરિવારના સભ્યોને મળ્યા અને તેમને અંગ દાનના મહત્વ વિશે સમજાવ્યું. તેમને તેમના પુત્રોના કેડેવર દાન માટે સંમત થયા. ઔપચારિક સંમતિ પ્રાપ્ત કર્યા બાદ બંને પરિવારો તરફથી કેડેવર ડોનેશન, અમે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO)ના કન્વીનર ડો. પ્રાંજલ મોદીને આ અંગે માહિતી આપી હતી.

SOTTOએ અમદાવાદમાં કિડની રોગો અને સંશોધન કેન્દ્ર (IKDRC) સંસ્થાને મીત અને ક્રિશની કિડની ફાળવી હતી અને અમદાવાદની શેલ્બી હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીવર ફાળવવામાં આવ્યા હતા. મીટની હાર્ટ અમદાવાદની CIMS હોસ્પિટલમાં ફાળવવામાં આવી હતી.

હૈદરાબાદની KIMS હોસ્પિટલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 54 વર્ષના જવાનમાં ક્રિશના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સીઆરપીએફ જવાન છેલ્લા દોઢ વર્ષથી ઓક્સિજન સપોર્ટ પર જીવતા હતા. ક્રિશનું લીવર અમદાવાદના શેલ્બી હોસ્પિટલમાં રાજકોટના 55 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, જ્યાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બાયડ નગરના 47 વર્ષના શિક્ષકમાં મીતનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

મીત અને ક્રિશાના કોર્નીયા સુરત સ્થિત લોક દ્રષ્ટિ આઇ બેંકને દાનમાં આપવામાં આવ્યા હતા. વડોદરાની 21 વર્ષની યુવતીમાં મીતનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં IKDRC ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક જ ઘટનામાં 13 જેટલા અંગો અને પેશીઓનું દાન કરવામાં આવ્યું હતું તેવો આ દેશમાં આ પહેલો કેસ હોય શકે છે.

English summary
Donating their bodies after two friends died in a road accident has given new life to 13 patients. As many as 13 organs and tissues were donated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X