Viral video : બાળક સાથે પરીક્ષા આપવા પહોંચી મહિલા, મહિલા પોલીસ કોન્સ્ટેબલમાં છલકાઇ મમતા
Viral News : તાજેતરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો મન મૂકીને આ મહિલા પોલીસના વખાણ કરી રહ્યા છે. જે રીતે મહિલા પોલીસ કોન્સ્ટેબલ બાળકની સંભાળ રાખી રહી હતી, તે જોઇને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.
મહિલા પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો અમદાવાદ પોલીસના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં કોન્સ્ટેબલ દયા બેન તેના હાથમાં 6 મહિનાના બાળક સાથે રમી રહી છે.

પોસ્ટના કેપ્શન મુજબ, એક મહિલા પરીક્ષાર્થી તેના છ મહિનાના પુત્ર સાથે ગુજરાત હાઈકોર્ટમાં પટાવાળાની પોસ્ટ માટે ઉમેદવાર તરીકે હાજર રહેવા ઓઢવ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે પહોંચી હતી. પરીક્ષા થોડીવારમાં શરૂ થવાની હતી, પરંતુ તેનું બાળક સતત રડી રહ્યું હતું.
બાળકને સતત રડતો જોઈને એક લેડી કોન્સ્ટેબલ મદદ માટે આગળ આવી હતી. આ પછી તેણે રડતા બાળકને પોતાના ખોળામાં લીધો જેથી માતા કોઈપણ મુશ્કેલી વિના પરીક્ષા આપી શકે.
અમદાવાદ પોલીસે ટ્વિટર પર આ વીડિયો શેર કરતા લખ્યું કે, ઓઢવ ખાતે પરીક્ષા આપવા માટે આવેલ મહિલા પરીક્ષાર્થીનુ બાળક રોતું હોય જેથી મહિલા પરીક્ષાર્થિનો પેપર દરમિયાન સમય બગડે નહીં અને પરીક્ષા વ્યવસ્થિત રીતે આપી શકે, તે સારું મહિલા પોલીસ કર્મચારી દયાબેન નાઓએ માનવીય અભિગમ દાખવી બાળકને સાચવેલ, અને માનવીય અભિગમ દાખવવામાં આવેલા છે.
થોડી જ વારમાં લેડી કોન્સ્ટેબલની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી અને લોકોએ તેના વલણના વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે જણાવ્યું હતું કે, મેડમ અમને તમારા પર ગર્વ છે. અન્ય બે લોકોએ લખ્યું - દયાબેન, એક મહિલા પોલીસ અધિકારીએ માતાને મદદ કરી, જે પરીક્ષા કેન્દ્ર પર ગઈ અને તેના બાળકને તેના બાળકની સંભાળ લીધી હતી.
ઓઢવ ખાતે પરીક્ષા આપવા માટે આવેલ મહીલા પરીક્ષાર્થીનુ બાળક રોતું હોય જેથી મહિલા પરીક્ષાથી નું પેપર દરમિયાન સમય બગડે નહીં અને પરીક્ષા વ્યવસ્થિત રીતે આપી શકે તે સારું મહિલા પોલીસ કર્મચારી દયાબેન નાઓએ માનવીય અભિગમ દાખવી બાળકને સાચવેલ જેથી માનવીય અભિગમ દાખવવામાં આવેલ છે pic.twitter.com/SIffnOhfQM
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 9, 2023












Click it and Unblock the Notifications
