For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં વાતાવરણ પલટાયુ, અમદાવાદ સહિત ઘણા શહેરોમાં ધૂમ્મસના કારણે વિઝિબિલિટીમાં થયો ઘટાડો

રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારે પલટો આવ્યો હતો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારે પલટો આવ્યો હતો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. અમદાવાદ શહેર અને ધોળકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી હતી. 150થી 200 મીટરના અંતરે સ્પષ્ટ દેખાતુ નહોતુ. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકોને વાહનોની લાઈટ સવારે પણ ચાલુ રાખવી પડી હતી.

fog

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. ધૂમ્મસવાળુ આ વાતાવરણ હજુ યથાવત રહેશે. બે દિવસ બાદ ફરીથી ઠંડી વધવાની સંભાવના છે.

સાબરકાંઠા, ભરુચ, અરવલ્લી સહિતના સ્થળોએ પણ ગાઢ ધૂમ્મસ જોવા મળ્યુ હતુ. હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઈવે પર પણ ગાઢ ધૂમ્મસ છવાયુ હતુ. ધૂમ્મસના કારણે અમુક સ્થળોએ અકસ્માત સર્જાતા રહી ગયો હતો. કમોસમી વરસાદની આગાહી અને ધૂમ્મસના કારણે રાજ્યના ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખેડૂતોને ચણા, જીરુ અને વરિયાળીના પકને નુકશાનનો ડર સતાવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ,,મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. વળી, દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકુ રહેવવાની શક્યતાઓ છે તેમજ 23 જાન્યુઆરીએ વડોદર, પંચમહાલ, દાહોદ, ભરુચ, છોટાઉદેપુર અને સુરતમાં પણ હળવો વરસાદ થઈ શકે છે.

English summary
Weather: Fog in some cities of Gujarat including Ahmedabad, Know IMD prediction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X