For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો વિક્રમ સારાભાઈની જન્મજયંતી પૂર્વે VSSCના ડિરેક્ટરે શું કહ્યું?

અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા આયોજિત એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં પનીકરે ISROમાં લોન્ચ વેહિકલોની ઉત્ક્રાંતિ અને રસ્તામાં આવતા પડકારોને સૂચિબદ્ધ કર્યા હતા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા આયોજિત એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં પનીકરે ISROમાં લોન્ચ વેહિકલોની ઉત્ક્રાંતિ અને રસ્તામાં આવતા પડકારોને સૂચિબદ્ધ કર્યા હતા, જેમાં ઘણી નિષ્ફળતાઓ પણ હતી જેણે તેમને "કંન્ટ્રોલ ઇન્ટરેક્શન"ના મહત્વનો અહેસાસ કરાવ્યો હતો.

ભારતના અંતરિક્ષ કાર્યક્રમના પ્રણેતા વિક્રમ સારાભાઈની 102મી જન્મજયંતીના એક દિવસ પહેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર સોમનાથ શ્રીધરા પનીકરે સારાભાઈ અને સતીશ ધવનને અંતરિક્ષ કાર્યક્રમમાં યોગદાન અને વાહનો લોન્ચ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. સોમનાથ ISROના વૈજ્ઞાનિક આર અરવમુદનને પણ શ્રદ્ધાંજલિ આપી હતી, જેમને વર્ષ 1962માં શરૂઆતના દિવસોથી ભારતીય અવકાશ કાર્યક્રમ સાથે જોડાયેલા હતા અને 4 ઓગસ્ટના રોજ તેમનું અવસાન થયું હતું.

Vikram Sarabhais birthday

લોન્ચ કરવામાં આવી રહેલા ઉપગ્રહોના પ્રકારમાં ફેરફાર સાથે લોન્ચર્સની બજાર માંગ ધીમે ધીમે બદલાઈ રહી છે. હજારો ઉપગ્રહો લોન્ચ થઈ રહ્યા છે અને શું આપણે એવી માંગ પૂરી કરી શકે, તેવું રોકેટ બનાવી શકીએ? અમે એક જવાબ સાથે આવ્યા છીએ કે, અમે પ્રવાહી આધારિત ઉપલા તબક્કા સાથે ઘન આધારિત રોકેટ બનાવીશું. અમે આ ખૂબ જ ઝડપથી તેનું ઉત્પાદર કરવા માટે સક્ષમ છીએ. સામાન્ય રીતે રોકેટ વિકસાવવામાં અમને 10 વર્ષ લાગે છે, પરંતુ આ રોકેટ (સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ - SSLV) દોઢ વર્ષમાં વિકસાવવામાં આવ્યું હતું અને હવે અમે અમારા પ્રથમ લોન્ચ માટે તૈયાર થઈ રહ્યા છીએ.

જો કોરોના મહામારી ન હોત તો મને લાગે છે કે, આપણે અત્યાર સુધીમાં લોન્ચ કરી દીધું હોત. SSLV દ્વારા એક અથવા બે લોન્ચ કર્યા બાદ તેને ઉદ્યોગ મોકલવામાં આવશે કારણ કે ભારતમાં અને બહારના બજારોમાં પણ તેની માગ છે.

આજે ISROમાં અમારી પ્રોપલ્શન ટેકનોલોજી પર પકડ છે. અમારી પાસે તમામ પ્રકારના રોકેટ, તમામ પ્રકારના રોકેટ ઇંધણ છે, અને અમે નવા વિકસિત કરી રહ્યા છીએ. અમે કેરોસીન આધારિત રોકેટ વિકસાવી રહ્યા છીએ, અમે હાઇડ્રોજન આધારિત રોકેટ વિકસાવી રહ્યા છીએ, અમે ગ્રીન પ્રોપેલેન્ટ્સ વિકસાવી રહ્યા છીએ અને અમે સમગ્ર સેન્ટરમાં મૂલ્યાંકન સુવિધાઓની શ્રેણી બનાવી છે.

પનિકરને જણાવ્યું કે, GSLVના ક્રાયોજેનિક એન્જિનને માસ્ટર કરવામાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા, જે હવે ચંદ્રયાન -2 લોન્ચ કરનારા GSLV MK -3માં ઉપયોગમાં લેવાયું છે. અંતરિક્ષ કાર્યક્રમમાં હવે આપણે જે સફળતા મેળવીએ છીએ, તે વર્ષોથી સામનો કરવામાં આવેલી નિષ્ફળતાઓનું પરિણામ છે.

English summary
In a virtual event organized by the Physical Research Laboratory in Ahmedabad, Panicker listed the evolution of launch vehicles at ISRO and the challenges along the way, with many failures that made him realize the importance of "control interaction".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X